Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૦૨ બાટલા, રેગ્યુલેટર સહિતનો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા. ૨૬: દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પર આવેલા રૂપેણ બંદર પાસે ગેસ એજન્સીના ગોડાઉનમાં ગઈકાલે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. તે સ્થળે ગેરકાયદેસર રીતે મોટા બાટલામાંથી નાના બાટલામાં રીફીલીંગ કરાતું હોવાની બાતમી મળી હતી. સ્થળ પરથી ૨૦૨ બાટલા, ઈલેકટ્રીક મોટર, પાઈપ, રેગ્યુલેટર, વજનકાંટા સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે અને ત્રણ શખ્સની અટકાયત કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા રૂપેણ બંદર વિસ્તારમાં એક ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે રીફીલીંગ કરાતું હોવાની બાતમી પરથી ગઈકાલે દ્વારકા પોલીસે મલીક ગેસ એજન્સી નામની પેઢીના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી કોઈપણ જાતના સુરક્ષાના સાધનો રાખ્યા વગર જ ઘર વપરાશના ગેસના સીલીન્ડરમાંથી નાના બાટલામાં ગેસનું રીફીલીંગ ઝડપાઈ ગયું હતું. પોલીસે સ્થળ પરથી ૨૦૨ સીલીન્ડર, ઈલેકટ્રીકની ચાર મોટર, રેગ્યુલેટર, પાઈપ, વજનકાંટા સહિત રૂ।.૩ લાખ ૪૮ હજારના મુદ્દામાલ સાથે સહાદતહુસેન અલ્તાફહુસેન મલીક, મહંમદ મોઈનુદ્દીન શેખ, નઝીર રહીમ શેખ નામના ત્રણ શખ્સની અટકાયત કરી લેવાઈ છે. ત્રણેય શખ્સની પૂછપરછ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial