Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિન્ડીકેટ સોસાયટીમાં દંપતીને અપાઈ ધમકીઃ
જામનગર તા. ૨૭: જામનગરના ગોકુલનગરમાં શુક્રવારની સાંજે એક મહિલા પર પાડોશી મહિલા તેમજ તેના પતિ, સસરા તથા દિયરે ધોકા, ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે ગુલાબનગર પાસે સિન્ડીકેટ સોસાયટીમાં એક શખ્સે દંપતી તથા એક મહિલાને દાંતરડું બતાવી મારી નાખવાની ધમકી આપી હતી.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ખોડિયારનગર પાસે રહેતા નીતાબેન લખમણભાઈ બાંભણીયા નામના પરિણીતા શુક્રવારે સાંજે પોતાના ઘરને તાળું મારીને બહાર નીકળતા હતા ત્યારે નજીકમાં રહેતા ઉષાબા દિગુભા ઉર્ફે વિજયસિંહ જાડેજા નામના મહિલા આવ્યા હતા.
તેઓએ આ બાઈના કારણે તેનો ઘરવાળો જતો રહ્યો છે તેમ કહેતા નીતાબેને તમારે શું છે તેમ પૂછતા ઉષાબા તથા તેના પતિ વિજયસિંહ ઉર્ફે દિગુભા ચંદુભા જાડેજા, ચંદુભા ધીરૂભા જાડેજા, ભરતસિંહ ચંદુભા જાડેજાએ ગાળો ભાંડયા પછી ઢીકાપાટુ અને ધોકાથી હુમલો કરી નીતાબેનને લોહીલુહાણ કરી નાખ્યા હતા. સિટી સી ડિવિઝનમાં નીતાબેને ચારેય સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ગુલાબનગર પાસે સિન્ડીકેટ સોસાયટીમાં ભાઈબીજની સાંજે ભરત મનસુખભાઈ પરમાર નામના શખ્સે મિલનભાઈ સાથે ઝપાઝપી કર્યા પછી દાંતરડુ ઉગામતા મિલનભાઈના પત્ની તથા નાનાભાઈના પત્ની વચ્ચે પડ્યા હતા. આ વ્યક્તિઓને ભરત પરમારે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial