ચિરવિદાય

જામનગરઃ મચ્છુ કઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના પ્રફુલભાઈ કૃપાશંકર પંડયા (ઉ.વ.૭૧) તે સ્વ. કૃપાશંકર કે.પંડયાના પુત્ર, સ્વ. નરેન્દ્રભાઈ કે.પંડયાના ભાઈ, ગં.સ્વ. ચંદ્રિકાબેન ના દિયર, ગં.સ્વ. હીનાબેનના પતિ, સ્વ. પંકજભાઈ દીનકરરાય ત્રિવેદીના બનેવી અને મયંક, હેતલ, રિંકુના કાકાનું તા. ૨ ના અવસાન થયું છે. સદ્ગતનું પિયરપક્ષ અને સ્વસુરપક્ષનું બેસણું તા. ૪, સોમવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન બ્રહ્મ સોસાયટી, ક્રિના હોલ, સુરેન્દ્રનગરમાં રાખેલ છે.

જામનગર નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ભરતભાઈ ભાનુશંકર જોષી (દત્તાત્રેય મંદિરના પૂજારી)( ઉ.વ. ૬૯) તે રશ્મિબેનના પતિ, પુષ્પાબેન લલિતકુમાર રાવલ, નિરૂબેન અરવિંદભાઈ રાવલ, જગદીશભાઈના ભાઈ, જયેશભાઈ, જયદત્તભાઈના પિતા, ધ્યાન ના દાદા, રિનાબેનના સસરાનું તા. ૨ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૪ ના સાંજે ૫ થી ૫ઃ૩૦ પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગર નિવાસી (મૂળ ગજણા) સુભાષભાઈ જીવણલાલ પીસાવડિયા (ઉ.વ.૭૫) તે ભારતીબેનના પતિ, અનિરૂદ્ધ, સોનલબેન, જયેશભાઈ ભારાણીના પિતા, હીર, કાવેરિયાના દાદા, સરલાબેન શશીકાંતભાઈ કથરેચા, સ્વ.મીનાબેન બળવંતરાય અંબાસણા, વર્ષાબેન ભારદીયાના ભાઈનું તા. ૨ ના અવસાન થયું છે. સદ્ગતનું બંને પક્ષનું બેસણું તા. ૪ ને સોમવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ હેમતલાલ હીરાલાલ રૂડકીયા (ઉ.વ.૮૦) તે બટુકભાઈ, બાબુભાઈ, ભરતભાઈ, સુરેશભાઈ, સ્વ. ચનાભાઈ, સ્વ. ભૂપતભાઈના ભાઈ તથા હરીશભાઈ, પ્રદીપભાઈ, મયુરભાઈ (છાપાવાળા), રેખાબેનના પિતાનું તા. ૧-૮-૨૫ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨-૮-૨૫ ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન હરસિદ્ધિ એપાર્ટમેન્ટ, સેતાવાડ, ગરબીચોક,  જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ સ્વ. જયેન્દ્રસિંહ માધવસિંહ જાડેજા (જયુભા) ના પત્ની નવલબા (ઉ.વ.૭૦) તે જયદીપસિંહ, કીર્તિસિંહના માતાનું તા. ૩૦ના અવસાન થયું છે. સદ્ગતની ઉત્તરક્રિયા તા. ૭-૮-૨૫ના તેમના નિવાસસ્થાન બેડ માં રાખવામાં આવી છે.

જામનગર નિવાસી મોેઢ વણિક ઉમેદલાલ વીરચંદ મહેતા (ફલ્લાવાળા) તે સ્વ. ભારતીબેનના પતિ, દીપકભાઈ, યોગેશભાઈ, ધર્મેશભાઈ ઈલાબેન (મોરબી), નિશાબેન (અમદાવાદ)ના પિતા, પારૂલબેન, પલ્લવીબેન, ચેતનાબેન, અશોકભાઈ વોરા, સતિષભાઈ દામાણીના સસરા, મીત, સાહિલના દાદાનું તા. ૩૧ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨-૮-૨૫ના સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

close
Ank Bandh