Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પ,ર૬,પ૬૯ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

જામનગર મનપામાં ૪,૪ર,૮ર૯-સિક્કા નગરપાલિકામાં ૧૯,૪૦૯ મતદારો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર જિલ્લા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. આ માટે આશરે સવાપાંચ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લાપંચાયતની ર૪ અને ૬ તાલુકા પંચાયતોની ૧૧ર બેઠકો માટે, ઉપરાંત સિક્કા નગરપાલિકાની પણ સામાનય ચૂંટણીઓ યોજાનાર છે.

જામનગર જિલ્લા પંચાયતની કુલ ર૪ બેઠકોમાં જામનગર તાલુકાની ૮, કાલાવડમાં ૪, લાલપુરમાં ૪, જામજોધપુરમાં ૪, ધ્રોળમાં ર અને જોડિયામાં ર બેઠકોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે તાલુકા પંચાયતની બેઠકો જોઈએ તો જામનગરની ર૬, કાલાવડની ૧૮, લાલપુરની ૧૮, જામજોધપુરની ૧૮, ધ્રોળની ૧૬ તથા જોડિયાની ૧૬ બેઠક મળી કુલ ૧૧ર બેઠકોનો સમાવેશ થાય છે.

જિલ્લાની પંચાયતની બેઠકોમાં જામનગરમાં ૧,૬પ,૪૦૦, કાલાવડમાં ૮૭,૭પ૦, લાલપુરમાં ૯૮,૯૦૭, જામજોધપુરમાં ૮ર,૦૩૯, ધ્રોળમાં ૪૩,ર૬૪ અને જોડિયામાં ૪૯,ર૦૯ મતદારો મળી કુલ પ,ર૬,પ૬૯ મતદારો નોંધાયા છે. જ્યારે સિક્કા નગરપાલિકાના સાત વોર્ડમાં ૧૯,૪૦૯ મતદારો અને જામનગર મહા નગરપાલિકાની ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે ૪,૪ર,૮ર૯ મતદારો નોંધાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh