Advertisement
Author: નોબત સમાચાર

ઈલેકટ્રોનિક મીડિયાના માધ્યમોને પ્રસારણની સીડી ચૂંટણી અધિકારીને પહોંચાડવા આદેશ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ અન્વયે અમલમાં આવેલી આચાર સંહિતાના સુચારૂ અમલ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ દેવભૂમિ દ્વારકાને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળીયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતના સમગ્ર વિસ્તારમાં તથા ખંભાળીયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૩ સમગ્ર વિસ્તારમાં સ્થાનિક કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહ, રેડિયો, દૂરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરે ઈલેકટ્રોનિક માધ્યમના પ્રસારણની સીડી જમા કરાવવા આદેશ કરાયો છે.

આ આદેશ અનુસાર માધ્યમ દ્વારા પ્રત્યેક દિવસના સવારના ૬ થી બીજા દિવસના સવારના ૬ સુધીમાં કરવામાં આવેલ પ્રસારણની પ્રત્યેક સીડી બીજા દિવસે સવારના ૧૦:૩૦ કલાક સુધીમમાં સંબંધિત ચૂંટણી અધિકારીને રૂબરૂ પહોંચાડી, સીડી પહોંચાડયા બદલ પહોંચ મેળવી રેકોર્ડમાં જાળવવવાની રહેશે. જરૂરિયાતના પ્રસંગે ૨૪ કલાક પૂરા થતાં પહેલા પણ કરવામાં આવેલ પ્રસારણની સીડી માંગવામાં આવે તો રજૂ કરવાની રહેશે તેમજ આદર્શ આચાર સંહિતાની અમલવારી અર્થે નિયુક્ત નોડલ અધિકારીતથા સંબંધિત ચૂંટણી અધિકારીએ પણ જરૂરિયાતના કિસ્સામાં તાકીદે કાર્યવાહી કરવાની રહેશે. આ આદેશો ચૂંટણી પૂર્ણ થયા તારીખ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh