Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કનુભાઈ દેસાઈના નિવેદનના વિરોધમાં
જામનગર તા. ૬: રબારી, ભરવાડ અને ચારણ માલધારી સમાજ દ્વારા ગત તા. ૨ જામનગરમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી પછી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સમાજના હક્કો અંગે રજૂઆત કરવામાં આવી હતી.
વિધાનસભામાં કનુભાઈ દેસાઈ દ્વારા ગીર, બરડો અને આલેચ વિસ્તારના રબારી, ભરવાડ અને ચારણ માલધારી સમાજને આદિજાતિમાંથી દૂર કરવાની બાબતે આપેલા નિવેદન સામે સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
આ મુદ્દે રબારી-ભરવાડ-ચારણ માલધારી એકતા સમિતિની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો એકત્ર થયા હતા અને રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ નિવેદનનો સખત વિરોધ નોંધાવ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા સ્પષ્ટપણે જણાવાયુ હતું કે માલધારી સમાજના પરંપરાગત હક્કો અને અધિકારો પર કોઈપણ પ્રકારની આંચ ન આવે તે માટે સરકાર સમક્ષ દૃઢ રજૂઆત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial