Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીઓની ધરપકડ કરતી પોલીસઃ
જામનગર તા. ૧૮: જામનગરના ખીમરાણા ગામના પાટીયા પાસે આવેલી ટ્રકના સ્પેરપાર્ટની દુકાનમાં દસેક દિવસ પહેલાં રૂ.૩૭૬૦૦ના સામાનની ચોરી થઈ હતી. પોલીસે ચોરીના સામાન અને રૂ.દોઢ લાખની રિક્ષા સાથે જોડિયા-ભુંગાના ત્રણ શખ્સની ધરપકડ કરી છે.
જામનગરના સત્યસાંઈ નગરમાં રહેતા અને ખીમરાણા ગામના પાટીયા પાસે ટ્રકના સ્પેરપાર્ટસની દુકાન ચલાવતા અશ્વિનભાઈ ધારવીયાની દુકાનમાં ગઈ તા.૭ની રાત્રે પાછળના ભાગમાં આવેલી બારી તોડી ઘૂસી ગયેલા કોઈ તસ્કરોએ ર૮ બોલ્ટ, ગિયરની ચીલમ સહિતનો રૂ.૩૭૬૦૦નો સામાન ચોરી કર્યાે હતો.
આ બાબતની પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેની તપાસ પીઆઈ એમ.એન. શેખ તથા સ્ટાફે શરૂ કરી હતી. જેમાં પોલીસે કમાન્ડ કંટ્રોલ સેન્ટરના કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા.
તે દરમિયાન સ્ટાફના નિર્મળસિંહ બી. જાડેજા, ગિરીરાજસિંહ, કમલેશ ખીમાણીયાને મળેલી બાતમીના આધારે જીજે-૧૦-ટીઝેડ ૪૪૬૭ નંબરની રિક્ષામાં ચોરાઉ સ્પેરપાર્ટ લઈને જતા જોડીયા-ભુંગાના અસલમ રઝાક પાલાણી, આબીદ હુસેન આંબલા, અકબર આબીદ અંગારીયા નામના ત્રણ શખ્સ ઝડપાઈ ગયા છે. પોલીસે ચોરાઉ મુદ્દામાલ તથા રૂ.દોઢ લાખની રીક્ષા મળી કુલ રૂ.૧,૮૭,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial