Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાપાક પાકિસ્તાને સીઝ ફાયર તોડી ઓચિંતી એરસ્ટ્રાઈક કરતા અફઘાનો લાલઘૂમઃ
કાબુલ તા. ૧૮: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદે ટેન્શન વધી ગયું છે. બન્ને દેશો વચ્ચે શુક્રવારે ૪૮ કલાકના સીઝફાયર અંગે સહમતિ થયાના અમુક જ કલાક પછી તાલિબાને પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કરવાનો આરોપ મૂક્યો છે. આ હુમલામાં ૩ ક્રિકેટરો સહિત ૧૭ લોકોના મૃત્યુ થતા તમતમી ઊઠેલા તાલીબાન સરકારે ઘેરા પ્રત્યાઘાતો આપ્યા છે, અને ત્રિકોણિય ક્રિકેટ શ્રેણીમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનો ઈન્કાર કર્યો છે.
સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજું ફરી વળ્યુ છે. ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી બાજુ ધુમ્મસના પરિણામસ્વરૂપે ૫૨ ટ્રેનો મોડેથી દોડી રહી છે. કેટલીક ટ્રેનો રદ પણ કરવામાં આવી છે. જેના કારણે યાત્રીઓ અટવાઇ પડ્યા છે. પહાડી વિસ્તારોમાં હિમ વર્ષાના કારણે હાલત કફોડી બની ગઇ છે. ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયુ છે. દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં તો પારો એક ડિગ્રી કરતા પણ નીચે પહોંચી ગયો છે. મધ્યપ્રદેશ, છત્તિસગઢ, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં પણ હાલત કફોડી બનેલી છે. મધ્યપ્રદેશના રાયસેનમાં એકનુ મોત થયુ છે. મૃતકની ઓળખ સુલ્તાનપુરના ખેડૂત કમલ કિશોર તરીકે થઇ છે.
જુદા જુદા ભાગોંમાં ટ્રેન અને વિમાની સેવાને પ્રતિકુળ અસર થઇ છે. લોકો ઠંડીથી બચવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. ધુમ્મસની ચાદરના કારણે કેટલીક ટ્રેનોના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત વિમાની સેવાને પણ માઠી અસર થઇ છે. નવ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં વિલંબ થયો છે.
ટ્રેનો મોડી થવા અને ફ્લાઇટોમાં વિલંબ થવાના કારણે લાખોના સંખ્યામાં લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા છે. ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઇ છે. છેલ્લા ઘણા દિવસથી ધુમ્મસની સ્થિતી જોવા મળી રહી છે. ભારે ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિજિબીલીટીમાં ભારે ઘટાડો થવા પામ્યો છે.
આ સાથે જ સતત છવાયેલા ધુમ્મસના પગલે ઉત્તર ભારતમાં શ્રેણીબદ્ધ ટ્રેનો તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. અનેક ટ્રેનોના સમય બદલવામાં આવ્યા છે . સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી છે જેને લઇને દિલ્હી, એનસીઆર, નોઇડા સહિત છેક ઉત્તર પ્રદેશ સુધી પણ તેની અસર જોવા મળી રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે. જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ધુમ્મસની સૌથી ખરાબ અસર થઇ છે. વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ છે. કેટલીક લાંબા અંતરની ટ્રેન પણ મોડેથી દોડી રહી છે. રેલવે સ્ટેશન પર યાત્રી બેહાલ બન્યા છે.
એક તરફ ધુમ્મસ અને બીજી તરફ ઠંડીમાં વધારાના કારણે લોકોને લાંબા સમય સુધી ઠંડીમાં ઠુઠવાઈને પણ ટ્રેનની રાહ જોવી પડી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, ધુમ્મસે રેલવે ટાઈમ ટેબલ જેવું કંઇ રહેવા દીધું નથી. કોઇપણ ટ્રેનના સમયમાં વારંવાર ફેરફાર કરવા પડી રહ્યા છે. જેને લઇને જો ટ્રેનના ઉપડવાના સમયને સાચો બતાવવામાં આવે તો પણ મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે. પ્રાપ્ત માહિતી મુજબ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં કેટલાક ભાગોમાં પારો માઇનસમાં પહોંચી ગયો છે. તાપમાનમાં હજુ ઘટાડો થઇ શકે છે. કોલ્ડવેવના કારણે લોકો બેહાલ છે.
રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં પણ તીવ્ર ઠંડીનો અનુભવ હવે લોકો કરી રહ્યા છે. ધુમ્મસના કારણે વાહનોની ગતિ ધીમી દેખાઇ રહી છે. અકસ્માતો થવાના બનાવો ધુમ્મસની સ્થિતિમાં વધારે હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial