Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલિયા પરિવાર દ્વારા ભવ્ય ધર્મોત્સવઃ હજારો ભક્તો લેશે કથા-મહાપ્રસાદનો લાભઃ
જામનગર તા. ૧૮: 'છોટીકાશી' જામનગરમાં જેન્તિભાઈ નાથાભાઈ ફલિયા તથા પુષ્પાબેન જેન્તિભાઈ ફલિયા પરિવાર દ્વારા ર૩ થી ર૯ ઓક્ટોબર દરમિયાન પ્રસિદ્ધ કથાકાર જિગ્નેશ દાદા 'રાધે રાધે'ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. 'શિવધામ', પટેલ વાડી, સરલાબેન આવાસ સામે, પોલીસ હેડક્વાર્ટર પાછળ, જામનગરમાં કથા સ્થળે વિરાટ જગ્યામાં વિશાળ કથામંડપ-મહાપ્રસાદ મંડપ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
આયોજક જય હરિ ડેવલોપર્સવાળા ફલિયા પરિવારના જયભાઈ ફલિયાએ 'નોબત' સાથેની વાતચીતમાં સમગ્ર આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જયભાઈના જણાવ્યાનુસાર ભાગવત કથા કરવાનું તેમના માતા-પિતાનું આ સપનું હતું જેને સાકાર કરવા તેઓએ ભવ્ય ધર્મોત્સવનું આયોજન કર્યું છે.
પ્રતિદિન ૧પ હજાર લોકો કથાનું રસપાન કરી શકે તથા મહાપ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે, જે માટે ત્રણ વિરાટ મંડપ-ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. મુખ્ય કથામંડપમાં વ્યાસપીઠ તથા શ્રોતાઓની બેઠક વ્યવસ્થા હરે જ્યારે અન્ય બે ડોમમાં રસોઈ તથા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ બપોરે ૩ થી ૭ કથા તથા સાંજે ૭ કલાકે મહાપ્રસાદ યોજાશે.
તા. ર૩/૧૦ ને ભાઈબીજના દિનથી આ કથા આરંભ થશે. બપોરે ર કલાકે હવાઈચોક પાસે આવેલ ભાનુશાળી સમાજના આરાધ્ય શ્રી હિંગળાજ માતાના મંદિરેથી કથા સ્થળ સુધી પોથી યાત્રા નીકળશે.
કથા દરમિયાન વિવિધ ઉત્સવો પણ ધામધૂમથી ઉજવવામાં આવશે. જે અંતર્ગત તા. ર૬/૧૦ ના વામન જન્મ, રામ જન્મોત્સવ અને નંદ ઉત્સવ (કૃષ્ણ જન્મોત્સવ) ઉજવાશે તથા તા. ર૭/૧૦ ના ગિરીરાજ લીલા તથા તા. ર૮/૧૦ ના શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ ઉજવવામાં આવશે. અંતિમ દિને તા. ર૯/૧૦ ના સવારે ૯ કલાકેથી કથા આરંભ થશે તથા બપોરે ૧ર-૩૦ કલાકે મહાપ્રસાદ સાથે વિરામ લેશે.
કથાના ભવ્ય આયોજન માટે જયભાઈ ફલિયા તથા તેમના સહયોગીઓ સહિત ૩૦૦ થી વધુ સ્વયંસેવકોની ટીમ એક મહિનાથી પરિશ્રમ યજ્ઞ કરી રહી છે. દિવાળી પછી તુરંત આયોજન હોય, હાલ આયોજન માટે કથા સ્થળ ઉપર અંતિમ તબક્કાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આયોજક ફલિયા પરિવાર દ્વારા ધર્મપ્રેમી જનતાને કથાનો તથા મહાપ્રસાદનો અચૂક લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવેલ છે.
આયોજકો દ્વારા યોજાઇ પત્રકાર પરિષદ
જામનગરમાં જિગ્નેશ દાદા 'રાધે રાધે' ની ભાગવત કથાનું ભવ્ય આયોજન
'છોટીકાશી' જામનગરમાં ૨૩ થી ૨૯ ઓક્ટોબર દરમ્યાન પ્રતિદિન બપોરે ૩ થી ૭ દરમ્યાન 'શિવધામ' પટેલ વાડી, સરલાબેન આવાસ સામે, પોલીસ હેડક્વાર્ટર પાછળ સરૂૂ સેક્શન વિસ્તારમાં પ્રસિદ્ધ કથાકાર જિગ્નેશ દાદા 'રાધે રાધે' ની ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેન્તીભાઇ નાથાભાઇ ફલીયા પરીવાર દ્વારા સમગ્ર ધર્મોત્સવનું આયોજન થઇ રહૃાુ છે ત્યારે આયોજક પરીવારનાં જેન્તીભાઇ ફલીયા, જયભાઇ ફલીયા તથા હિતેશભાઇ ફલીયા દ્વારા તેમનાં સહયોગીની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજી સમગ્ર આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી.કથામાં પ્રતિદિન ૧૫ હજાર વ્યક્તિ કથા સાંભળી શકે તથા મહાપ્રસાદ પણ લઇ શકે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial