Advertisement
Author: નોબત સમાચાર

ભારત પર લદાયેલા ટેરિફમાંથી ડીઝલ, ઉડ્ડ યન ઈંધણ અને કેટલાક પેટ્રોલિયમ પેદાશને આપી મુકિત

ટ્રમ્પના એડવાઈઝર રિકી ગીલ આવતા અઠવાડિયે ભારત આવશેઃ હાલમાં સસ્પેન્ડ !

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨: ટેરિફ હોબાળા વચ્ચે ટ્રમ્પે ભારતને મોટી રાહત આપી હોવાના અહેવાલો આવી રહ્યા છે. તે મુજબ ડીઝલ, ઉડ્ડયન ઈંધણ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોને મુકિત આપી છે. ટ્રમ્પ દક્ષિણ એશિયાના ખાસ સલાહકાર રિકી ગિલને ભારત મોકલી રહ્યા છે, વેપાર સોદા પર પણ ફરી ચર્ચા થશે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫્રુ ટેરિફ (આયાત ડ્યુટી) લાદવાની જાહેરાત કરી છે, ત્યારે તેમણે ડીઝલ, ઉડ્ડયન ઇંધણ અને કેટલાક અન્ય મહત્વપૂર્ણ પેટ્રોલિયમ ઉત્પાદનોને તેમાંથી મુક્તિ આપી છે. આનાથી અમેરિકાને ઇંધણ નિકાસ કરતી કંપનીઓને મોટી રાહત મળી છે.

આ તંગદિલી વચ્ચે, એક મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થવા જઈ રહી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દક્ષિણ એશિયા બાબતોના સૌથી વરિષ્ઠ સલાહકાર રિકી ગિલ આવતા અઠવાડિયે ભારત આવી રહૃાા છે. પરંતુ ચિત્ર હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયા સાથે ભારતના ઉર્જા અને સંરક્ષણ વેપાર પર 'દંડ' લાદવાની વાત કરી હતી, પરંતુ આ દંડ ક્યારે અને કેવી રીતે લાદવામાં આવશે - તે હજુ પણ એક સસ્પેન્સ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતની વર્તમાન વેપાર નીતિઓ પર ચિતા વ્યક્ત કરી હતી અને કહૃાું હતું કે ભારત પર ૨૫% ટેરિફ લાદવામાં આવશે. તે જ સમયે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે રશિયા સાથે ભારતના વ્યૂહાત્મક સંબંધો પર પણ ટૂંક સમયમાં કેટલાક કડક પગલાં લેવામાં આવી શકે છે. પરંતુ જ્યારે તેમના દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર આવ્યો, ત્યારે તેમાં અમેરિકા આવતા કેટલાક ભારતીય માલ પર ફક્ત ૨૫% ડ્યુટી વિશે વાત કરવામાં આવી હતી.

રસપ્રદ વાત એ છે કે ડીઝલ, રિફાઇન્ડ ઇંધણ, ક્રૂડ તેલ, એલએનજી, વીજળી અને કોલસા જેવા પેટ્રોલિયમ ઉત્પાદનોને મુક્તિની યાદીમાં રાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં, દવાઓ, ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન પણ આ યાદીમાં હતાં.

બીજી તરફ સુત્રો જણાવે છે કે, ભારતે ૨૦૨૪-૨૫માં અમેરિકામાં લગભગ ૪૮.૬ લાખ ટન પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરી હતી, જેનું મૂલ્ય ૪ બિલિયનથી વધુ હતું. નિષ્ણાતો કહે છે કે આ છૂટને કારણે, ભારતમાંથી અમેરિકામાં ઇંધણ નિકાસ પહેલાની જેમ ચાલુ રહેશે. અમેરિકામાં ભારતની હાજરી જળવાઈ રહેશે, જેના કારણે ઉર્જા ક્ષેત્રની મોટી કંપનીઓને કોઈ નુકસાન નહીં થાય.

આ દરમિયાન, અમેરિકા અને ભારત વચ્ચે ફરી એકવાર વેપાર સોદા સંબંધિત જેની સાથે વાટાઘાટો યોજાવા જઈ રહી છે તે રિકી ગિલ યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ ઓફિસ (એનએસસી) માં દક્ષિણ અને મધ્ય એશિયા બાબતોના વરિષ્ઠ નિર્દેશક છે. તેમને ભારતના નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલય (એનએ) દ્વારા ૫ અને ૬ ઓગસ્ટના દિલ્હીમાં યોજાનારી બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ બેઠક ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (આઈએમઈસી) ના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મુલાકાતનું આયોજન ઘણાં અઠવાડિયા પહેલા કરવામાં આવ્યું હતું અને તેનો બંને દેશો વચ્ચેના વર્તમાન વેપાર મુદ્દાઓ સાથે કોઈ સંબંધ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh