Advertisement
Author: નોબત સમાચાર

વસઈમાં ડીવાયએસપી ટીમે પકડી પાડેલી દેશી દારૂની ફેક્ટરીના કેસમાં સાત જેલહવાલે

આ ટોળકી જુદા જુદા ગામોમાં દારૂ પહોંચાડતી હતીઃ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૨: દ્વારકાના વસઈ ગામમાંથી બે મહિના પહેલાં ડીવાયએસપી ટીમે દેશી દારૂની ફેકટરી પકડી પાડી હતી. તેની તપાસમાં કેટલાક વ્યક્તિઓના નામ ખૂલ્યા પછી પોલીસે ચાર મહિલા સહિત છને પકડી પાડ્યા છે અને બીએનએસ તથા પ્રોહીબીશન કલમનો ઉમેરો કરાવી આ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ તમામને જેલહવાલે કરી દેવાયા છે.

દ્વારકા તાલુકાના વસઈ ગામમાં તા.૪-પ-રપના દિને ડીવાયએસપી સાગર રાઠોડની ટીમે દરોડો પાડયો હતો. જેમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ ગઈ હતી. સ્થળ પરથી ૪૦૦ લીટર તૈયાર દારૂ તથા ૨૭૬૦ લીટર આથો ઝડપાઈ ગયા હતા.

ઉપરોક્ત મુદ્દામાલ કબજે કરી પોલીસે લખમણભા માણેક અને કંુભાભા સામે ગુન્હો દાખલ કરાવ્યો હતો. તેની તપાસ દરમિયાન ઓઘડભા બુધાભા સુમણીયા, કિશનભા સુમણીયા, કાના સુમણીયા, મેઘાબેન રોશીયા, જીવણભા બાપુભા, સુસીબેન સીકોતરીયા, નાયાભા દેવાણંદભા માણેકના નામ ખૂલ્યા હતા.

ઉપરોક્ત તમામ વ્યક્તિઓના સગડ દબાવાયા પછી વલુબેન સાચલભા માણેક, સુસીબેન, મયુરભા, ઓઘડભા, મેઘાબેન અને મંગુબેન નામના છ વ્યક્તિને પકડી લેવામાં આવ્યા છે અને આ ટોળકીને જેલ હવાલે કરવામાં આવી છે. આ વ્યક્તિઓ ઓખામંડળના જુદા જુદા ગામોમાં દારૂ પહોંચાડતા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh