Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૧૯ - સુર્યાસ્ત : ૭-૨૮
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૫ :
તા. ૨૯-૦૭-ર૦૨૫, મંંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૯,
મુસ્લિમ રોજઃ ૩, નક્ષત્રઃ ઉત્તર ફાલ્ગુની,
યોગઃ શિવ, કરણઃ બવ
તા. ૨૯-૭ ૨૦૨૫ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યવસાયિક બાબતે કેટલાક મહત્ત્વના કામનો ઉકેલ આવે, તો કેટલાક કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આરોગ્ય બાબતે વારસાગત બીમારીમાં આપે ધ્યાન રાખવું પડે. કૌટુંબિક - પારિવારિક બાબતે પત્ની-સંતાનનો આપને સાથ-સહકાર મળી રહેવા પામે. આપને યાત્રા-પ્રવાસનું આયોજન થવા પામે. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ થાય.
બાળકની રાશિઃ કન્યા
મેષ સહિત અન્ય બે રાશિના જાતકોને સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્તતા જણાય. કાર્યક્ષેત્રે ઉન્નતિ જણાય.
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું થાય. કામનો ઉકેલ આવતા રાહત થતી જાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૬
Taurus (વૃષભ: બ-વ-ઉ)
સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુંનો સાથ-સહકાર મળી રહે. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામ થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૧
Gemini (મિથુન: ક-છ-ધ)
આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. ઉચાટ-ઉદ્વેગ રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૩
Cancer (કર્ક: ડ-હ)
પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય. આપના રૂકાવટ-વિલંબમાં અટવાયેલા કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૭
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યની સાથે મોસાળપક્ષ-સાસરીપક્ષના કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા રહે. આકસ્મિક ખર્ચ જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૯-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. આપના કામનો ઉકેલ આવતા રાહત જણાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૧
Libra (તુલા: ર-ત)
વધુ પડતી દોડધામ-શ્રમ, કામના દબાણ-તણાવને લીધે તબિયતની અસ્વસ્થતા જણાય. વાહનથી સંભાળવું.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
ધીરે-ધીરે આપને કામકાજમાં સાનુકૂળતા થતી જાય. નોકર-ચાકરવર્ગ, સહકાર્યકર મદદરૂપ થાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
જમીન-મકાન-વાહનના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૭
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં આકસ્મિકી સાનુકૂળતા મળી રહેતા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. ધંધામાં લાભ થાય.
શુભ રંગઃ સોનેરી - શુભ અંકઃ ૪-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપે નાણાકીય રોકાણ-વ્યવહારના કામકાજમાં ઉતાવળ કરવી નહીં. વિવાદ, મનદુઃખથી સંભાળવું પડે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહી શકો. વિચારોની અસમંજસતાથી કામમાં વિલંબ જણાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૫
મેષ સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં ધન લાભ થાય, વાદ-વિવાદ ટાળવો
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે પ્રયત્નોનું મીઠું ફળ અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે ભૂતકાળમાં કરેલ અથાગ મહેનત અને પરિશ્રમનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. નસીબનો સાથ મળી રહે. ધાર્મિક્તા-આધ્યાત્મિક્તામાં વૃદ્ધિ થાય. નોકરિયાત વર્ગને કાર્યમાં પ્રગતિ થતી જણાય. વ્યાપાર-ધંધામાં ઓછી મહેનતે વધુ ફળ મળતું જણાય. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી ન શકાય. સાંસારિક જીવનનું વાતાવરણ તંગ રહેતું જણાય. આરોગ્યમાં ધીમી ગતિએ સુધાર આવે. તા. ર૮ થી ૩૧ લાભદાયી. તા. ૧ થી ૩ મધ્યમ.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્નાહના દિવસો દરમિયાન નવી વ્યક્તિ સાથેની મુલાકાત આપના વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકે છે. યાત્રા-પ્રવાસ મજાનો પણ સાથે સાથે ખર્ચાળ પૂરવાર થાય. નોકરી-ધંધામાં આપની બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની ભાવનાઓ અને લાગણીઓ ઉપર કાબૂ રાખવો. વ્યાપારી વર્ગ માટે નવી યોજના કે કાર્યનો આરંભ કરવા માટે સમય શુભ જણાય છે. સ્વાસ્થ્ય સાચવવું. તા. ર૮ થી ૩૧ સારી. તા. ૧ થી ૩ મિલન-મુલાકાત
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે વાણી-વર્તન ઉપર સંયમ રાખવો ખાસ જરૂરી જણાય છે. દાંપત્યજીવનમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. નાની-નાની વાત મોટું સ્વરૂપ ધારણ ન કરે તેની તકેદારી રાખવી. સામાજિક ક્ષેત્રે વરિષ્ઠ વ્યક્તિઓ સાથે મિલન-મુલાકાત ફળદાયી પૂરવાર થાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. વ્યાપાર-ધંધામાં આકસ્મિક તેજીનો નોંધપાત્ર લાભ મળે. તા. ર૮ થી ૩૧ મધ્યમ. તા. ૧ થી ૩ તનાવભર્યું રહે.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે સ્નેહી-પરિવારજનો સાથે સમય સુખરૂપ વિતાવી શકશો. સંબંધો ગાઢ બનતા જણાય. સાંસારિક જીવનની વિટંબણાઓમાંથી બહાર આવવાનો માર્ગ શોધી શકશો. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. જમીન-મકાન અંગેના વિવાદોનો નિકાલ લાવી શકશો. સામાજિક જીવનમાં સંકળાયેલા જાતકો માટે સમય નબળો પૂરવાર થાય. એકંદરે સમય મધ્યમ ફળદાયી બની રહે. તા. ર૮ થી ૩૧ નાણાભીડ. તા. ૧ થી ૩ સાનુકૂળ.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે માન-સન્માન અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે આપની માન-પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળે. આપની નાણાકીય સ્થિતિ સદ્ધર બનતી જણાય. શત્રુ વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. સ્વાસ્થ્ય બબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ મધ્યમ રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. વ્યાપાર-ધંધામાં વૃદ્ધિ જોવા મળે. તા. ર૮ થી ૩૧ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧ થી ૩ માન-સન્માન.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે સંભાળ તથા શાંતિથી કાર્ય કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય ક્ષેત્રે નાની-મોટી ઉથલ-પાથલ થવાની પૂર્ણ શક્યતા રહે. લોભામણી તથા લાલચભરી વાતોથી અળગા રહેવું. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ વિશેષ ધ્યાન રાખવું. ઘર-પરિવારમાં વાતાવરણ શાંત તથા સુખમય રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. ર૮ થી ૩૧ શુભ. તા. ૧ થી ૩ સંભાળ રાખવી.
Libra (તુલા: ર-ત)
તમારા માટે પ્રવાસ-પર્યટનના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના પરિવારના સભ્યો સાથે અથવા તો કામકાજ અર્થે પ્રવાસ કે મુસાફરીના આયોજન શક્ય બને, જો કે પ્રવાસ ખર્ચાળની સાથે સાથે મજાનો પણ પૂરવાર થાય. સ્વાસ્થ્ય બાબતે ખાસ ધયાન રાખવું. વ્યાપાર-ધંધાના ક્ષેત્રે સમય સાનુકૂળ જણાય છે. નોકરિયાત વર્ગે સાવચેતીપૂર્વક કામ કરવાની સલાહ છે. કોર્ટ-કચેરી-કાનૂની બાબતે કોઈ વિવાદ હશે તો તેનો ઉકેલ આવે. તા. ર૮ થી ૩૧ ખર્ચાળ. તા. ૧ થી ૩ પ્રવાસ.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ભૌતિક સુખ-સગવડના, ભોગ-વિલાસના સાધનો પાછળ નાણાનો ખર્ચ કરવા આપ આકર્ષાશો. આર્થિક ક્ષેત્રે નાણાભીડનો સામનો કરવો પડે. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ અંત આવતા માનસિક ચિંતા હળવી બને. મિલકત, જમીન-મકાન, રહેઠાણને લગતી બાબતોમાં પરિણામ આપના પક્ષમાં આવી શકે. યાત્રા-પ્રવાસ આનંદદાયી બની રહે. તા. ર૮ થી ૩૧ શુભ. તા. ૧ થી ૩ ખર્ચાળ.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે આનંદિત સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ પ્રસન્ન રહેવા પામે. સમય પરિવારજનો-સ્નેહીજનો સાથે આનંદપૂર્વક પસાર થાય. ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસ પાછળ નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સંગાથ મળી રહે. સાવધાનીપૂર્વક વ્યવહાર કરવો. તા. ર૮ થી ૩૧ લાભદાયી. તા. ૧ થી ૩ આનંદિત.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે વ્યસ્તતાભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જાહેરજીવન-સામાજિક ક્ષેત્રે આપ સક્રિય બનતા જણાવ. નાણાકીય સ્થિતિ સમતોલ રહેવા પામે, જો કે મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ વ્યર્થ ખર્ચ કરવા આપ આકર્ષાઈ શકો છો. દાંપત્યજીવનમાં કલેશ-કલહનું વાતાવરણ ન સર્જાય તેની તકેદારી રાખવી આવશ્યક જણાય છે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. મિત્રો-સ્વજનો તરફથી સહયોગ પ્રાપ્ત કરી શકશો. તા. ર૮ થી ૩૧ મુલાકાત. તા. ૧ થી ૩ વ્યસ્તતા.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે આર્થિક પરિસ્થિતિ સુધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આવકના સ્ત્રોતો ખૂલતા જણાય. આકસ્મિક ધનલાભની શક્યતા પ્રબળ જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું જણાય. આહાર-વિહારમાં સાવધાની રાખવી હિતાવહ રહેશે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. સામાજિક-જાહેરજીવન-રાજકીય ક્ષેત્રે શત્રુ વિરોધીઓ હાવી થતા જણાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની ઈચ્છા ફળીભૂત થઈ શકે. તા. ર૮ થી ૩૧ ધનલાભ. તા. ૧ થી ૩ સંભાળવું.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે સુખ-દુઃખ જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને પરિસ્થિતિમાં ચડાવ-ઉતારનો અનુભવ થાય. વ્યાવસાયિક ક્ષેત્રે સારો એવો લાભ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ નવો ઓર્ડર કે ટેન્ડર મળી શકે તેમ જણાય છે. ધાર્યો લાભ મેળવવાની આશા ફળીભૂત થતી જણાય. આરોગ્ય બાબતે પડવા-વાગવાથી સાવધાની રાખવી. કોઈ શુભ કાર્યમાં સહભાગી થઈ શકો છો. તા. ર૮ થી ૩૧ લાભદાયી. તા. ૧ થી ૩ વાદ-વિવાદ.
સુર્યોદય : ૬-૧૮ - સુર્યાસ્ત : ૭-૨૯
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૪ :
તા. ૨૮-૦૭-ર૦૨૫, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૮,
મુસ્લિમ રોજઃ ૨, નક્ષત્રઃ પૂર્વ ફાલ્ગુની,
યોગઃ પરિઘ, કરણઃ વાણિજ
તા. ૨૮ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે આરોગ્ય સુખાકારીનું ધ્યાન રાખવું પડે. સમયાંતરે ડોકટરની સલાહ લેવી જરૂરી બની રહે. નોકરી-ધંધામાં ખૂબજ સાવધાની રાખવી પડે. સંયુક્ત કે ભાગીદારીવાળા ધંધામાં વાદ-વિવાદ, ગેરસમજ-મનદુઃખથી સંભાળવું. નાણાકિય ક્ષેત્રે આવકના નવા સ્ત્રોત ખુલતા જણાય. યાત્રા-પ્રવાસ લાભદાયી નીવડે.
બાળકની રાશિઃ સિંહ ૨૪:૦૨ સુધી પછી કન્યા
મેષ સહિત બે રાશિના જાતકોને ગણતરી-ધારણા પ્રમાણેના કામ થાય. પારિવારિક કામમાં વ્યસ્તતા જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના ગણતરી-ધારણા પ્રમાણેના કામકાજ થવાથી આનંદ રહે. રાજકિય-સરકારી કામકાજ થઈ શકે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૫
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. કામનો ઉકેલ આવતા રાહત રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૧
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કામમાં ઉપરીવર્ગ,સહકાર્યવર્ગનો, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૭-૫
Cancer (કર્ક: ડ-હ)
આપ હરો-ફરોકામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. મિત્રવર્ગની ચિંતા જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૪
Leo (સિંહ: મ-ટ)
આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને વ્યસ્તતા જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૮
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૯-૪
Libra (તુલા: ર-ત)
આપના કાર્યની સાથે સંસ્થાકિય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૬
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૧-૫
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૪
Capricorn (મકર: ખ-જ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર-મિત્રવર્ગ-સગા-સંબંધીવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૫
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
કોર્ટ-કચેરીના કામમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સાવધાની રાખવી.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૭-૩
સુર્યોદય : ૬-૧૮ - સુર્યાસ્ત : ૭-૨૯
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૦૩ :
તા. ૨૭-૦૭-ર૦૨૫, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૭,
મુસ્લિમ રોજઃ ૦૧, નક્ષત્રઃ મઘા,
યોગઃ વરિયાન, કરણઃ તૈતિલ
તા. ૨૭ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાવહારિક બાબતે આપના કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. આપે ખૂબ જ ધીરજ અને શાંતિ રાખીને પોતાનું કામકાજ કરવું. જમીન-મકાન-વાહનના કામ અંગે મુશ્કેલી અનુભવાય. નાણાકિય બાબતે જુની ઉઘરાણીના નાણા છુટા થતા રાહત અનુભવાય. વિદ્યાર્થી વર્ગને મહેનતના પ્રમાણમાં સફળતા પ્રાપ્ત થાય. શુભકાર્ય થાય.
બાળકની રાશિઃ સિંહ
મિથુન સહિત અન્ય બે રાશિનના જાતકોને યશ-પદ-ધનમાં વધારો થાય, અગત્યના કામનો ઉકેલ આવે
Aries (મેષ: અ-લ-ઈ)
માનસિક ૫રિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૧
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૩-૬
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૭
Cancer (કર્ક: ડ-હ)
નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે, અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપતે સતાવ્યા કરે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૬
Leo (સિંહ: મ-ટ)
જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૩
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આ૫ના કાર્યમાં હરિફવર્ગ,ઈર્ર્ષા કરનારવર્ગની મુશ્કેલી અનુભવાય. સીઝનલ ધંધામાં માલ ભરવો નહીં.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૮
Libra (તુલા: ર-ત)
અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થાય. નાણાકિય જવાબદારી વાળા કામકાજમાં ધ્યાન રાખવું પડે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં ધ્યાન રાખવું પડે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં ખર્ચ-ખરીદી જણાય. કૌટુંબિક પ્રશ્ને ચિંતા રહ્યા કરે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૮-૬
Capricorn (મકર: ખ-જ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. સામાજિક-વ્યાવહારીક કામકાજ રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૫
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપને રાજકિય,સરકારી કામમાં રૂકાવટ જણાય. આવેશ-ઉશ્કેરાહટમાં આવ્યા વગર કામ કરવું.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૬
સુર્યોદય : ૬-૧૮ સુર્યાસ્ત : ૭-૩૦
દિવસના ચોઘડીયા
(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ
રાત્રિના ચોઘડીયા
(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૨ ઃ
તા. ૨૬-૦૭-ર૦૨૫, શનિવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ ઃ ૫૧૨૭, પારસી રોજ ઃ ૧૬,
મુસ્લિમ રોજઃ ૩૦, નક્ષત્રઃ આશ્લેષા,
યોગઃ વ્યતિપાત, કરણઃ બાલવ
તા. ૨૬ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક-પારિવારિક દૃષ્ટિએ સારૃં રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની દૂર થાય. નોકરી-ધંધાકીય બાબતે આપના રૃકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી પ્રગતિ કરી શકો. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સફળતા મળવા પામે.
બાળકની રાશિઃ કર્ક ૧પ.પ૩ સુધી પછી સિંહ
મેષ સહીત બે રાશિના જાતકોને કામમાં સાવધાની રાખવી, આર્થિક લેવડ-દેવડમાં ધ્યાન રાખવું
Aries (મેષ: અ-લ-ઈ)
રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. નાણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૬-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો પણ લઈ શકાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૯-૪
Gemini (મિથુન: ક-છ-ધ)
આપને આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં સરળતા જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૪
Cancer (કર્ક: ડ-હ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. ભાઈ-ભાંડુંનો સહકાર રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૨
Leo (સિંહ: મ-ટ)
આપની ગણતરી-ધારણા અવળી પડતા આપની મુશ્કેલીમાં વધારો થાય. હ્ય્દય-મન-વ્યગ્રતા-બેચેની અનુભવે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૭
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપની બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૮-૨
Libra (તુલા: ર-ત)
આપના કામમાં, હરિફ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્તતા રહો. રાજકીય-સરકારી કામ થઈ શકે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૬-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપે તન-મન-ધન, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૮-૪
Capricorn (મકર: ખ-જ)
દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય.
શુભ રંગઃ પોપટી - શુભ અંકઃ ૨-૬
Aquarius (કુંભ: ગ-શ-સ)
દિવસના પ્રારંભથી જ આપને સતત કોઈને કોઈ કામકાજ અંગે વ્યસ્તતા જણાય. મિત્રવર્ગનો સહકાર મળી રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૧-૪
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કાર્યની કદર-પ્રસંશા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૫
મેષ સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં અટવાયેલા કાર્યો પૂરા થાય, ભાગ્યબળ વધે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે પારિવારિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા માટે તત્પર બનતા જણાવ. યાત્રા-પ્રવાસ આનંદદાયી, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. જાહેરજીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. વડીલ વર્ગના આશીર્વાદથી મનોકામના પૂર્ણ થાય. તા. ર૧ થી ર૪ સ્વાસ્થ્ય સુધરે. તા. રપ થી ર૭ પારિવારિક કાર્ય થાય.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધામાં આપના અટવાયેલા કાર્યો આગળ વધતા રાહત જણાય. વડીલોપાર્જિત મિલકત અંગેના પ્રશ્નો ગુંચવાતા જણાય. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને શત્રુ વિરોધીઓ ઉપર વિજય પ્રાપ્ત થાય. સમય સાનુકૂળ બની રહે. આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરતા રાહત અનુભવી શકશો. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ નરમ-ગરમ રહે, જેને લીધે પરસ્પર અંતર વધતું જણાય. સ્વાસ્થ્ય લાભપ્રદ રહે. તા. ર૧ થી ર૪ મિશ્ર. તા. રપ થી ર૭ આનંદદાયી.
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના માટે કામનું ભારણ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન એક કરતા વધારે જવાબદારીઓ અચાનક આવી જવાને કારણે કાર્યભાર અનુભવાય. જમીન-મકાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ આવે. વડીલ વર્ગ સાથે બોલાચાલી ટાળવી. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને નિવારવા સક્ષમ બનશો. સામાજિક ક્ષેત્રે ઈજ્જત-આબરૂમાં વધરો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. તબિયતની કાળજી રાખવી જરૂરી જણાય. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું. તા. ર૧ થી ર૪ કાર્યબોજ વધે. તા. રપ થી ર૭ માન-સન્માન મળે.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે નવી પ્રવૃત્તિઓનું નિર્માણ કરનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવીન કાર્યરચના સાથે જોડાઈ શકો છો. વ્યાવસાયિક નવી યોજનાઓનું અમલીકરણ આ સમયમાં શક્ય બને. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય સાનુકૂળ બની રહે. આર્થિક સ્થિતિ મધ્યમ રહે, છતાં નોંધપાત્ર આવકની હજુ રાહ જોવી પડે. જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે સમય શુભ જણાય છે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. સંતાન બાબતે ચિંતા રહે. તા. ર૧ થી ર૪ મધ્યમ. તા. રપ થી ર૭ નવીન કાર્ય થાય.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે આરોગ્ય સુખાકારી સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનું સ્વાસ્થ્ય ફરી સુધરતું જણાય. શારીરિક તથા માનસિક રીતે આપ પ્રફૂલ્લિત બની રહેશો. આપની કાર્યક્ષમતામાં વધારો થતો જોવા મળે. વેપાર-ધંધામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શકશો. સામાજિક જીવનમાં શત્રુ વિરોધીઓથી સાવધ રહેવું. ઘર-પરિવારમાં વાતાવરણ એકંદરે શાંતિમય બની રહે. ભાઈ-ભાંડુ સાથે કોઈ અણબનાવ કે મનદુઃખ હશે તો તેને દૂર કરી શકશો. પારિવારિક સંબંધો મજબૂત બનતા જણાય. તા. ર૧ થી ર૪ સ્વાસ્થ્ય સુધરે. તા. રપ થી ર૭ કાર્યરત રહે.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે નાણાભીડનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની નાણાકીય સ્થિતિ નબળી પડતી જણાય. બિન જરૂરી ખર્ચ ટાળવાથી મહિનાના બજેટને હાલક-ડોલક થતા બચાવી શકશો. આરોગ્યમાં સુધાર આવતો જણાય. શત્રુ વિરોધીઓ બળવાન બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધારવાનો અવસર મળે. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ર૧ થી ર૪ સ્વાસ્થ્ય સુધરે. તા. રપ થી ર૭ નાણાભીડ.
Libra (તુલા: ર-ત)
આપના માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ શુભ સમાચાર સાંભળવા મળે અથ્+ાવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. વિદ્યાર્થીઓને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાયમાં પ્રગતિના દર્શન કરી શકશો. ગૃહસ્થ જીવનમાં નાના-મોટા મતભેદ થઈ શકે છે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માાન-સન્માન પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. તા. ર૧ થી ર૪ શુભ. તા. રપ થી ર૭ સામાન્ય.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
તમારા માટે પરિશ્રમ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે ભાગ્ય કરતા મહેનત-પુરુષાર્થ ઉપર વધારે ધ્યાન આપવું પડે. આપ જેટલી મહેનત કરશો તેટલું ફળ આપને મળશે. નાની-મોટી યાત્રા-પ્રવાસ સફળ થાય. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે વિવાદ થઈ શકે છે. શાંતિપૂર્ણ વ્યવહારથી કામ લેવું. દાંપત્યજીવનમાં મધૂરતા-એકરસ જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. નાણાકીય સ્થિતિ એકંદરે સારી રહે. આવકના સ્ત્રોત ચાલુ રહે. તા. ર૧ થી ર૪ કાર્યશીલ. તા. રપ થી ર૭ સાનુકૂળ.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને સચેત તથા સતર્ક રહેવાની સલાહ છે. શત્રુ વિરોધીઓ હાવિ થતા નુક્સાન થવાની સંભાવના જણાય છે. નોકરિયાત વર્ગને કાર્યાલયમાં પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવવું. આર્થિક દૃષ્ટિએ આપ સક્ષમ અને સુદૃઢ બની શકશો. વ્યાપાર-ધંધા ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકશો. રોકાયેલા નાણા પરત મળતા રાહતનો અનુભાવ થાય. સ્વાસ્થ્ય બાબતે સાચવવું. તા. ર૧ થી ર૪ નબળી. તા. રપ થી ર૭ સારી.
Capricorn (મકર: ખ-જ)
તમારા માટે ભાગ્યબળ વધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ભાગ્યદેવી રીઝતા જણાય. ભૂતકાળમાં આપે કરેલ અથાગ મહેનત- પરિશ્રમનું ફળ પ્રાપ્ત થતું જણાય. આકસ્મિક ધનલાભ થવાની શક્યતા નકારી ન શકાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. ઋતુગત્ બીમારીથી પરેશાની રહે. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં રૂચિ વધે. વડીલોપાર્જિત મિલકત અંગેના વિવાદોનો નિકાલ લાવી શકો. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધે. તા. ર૧ થી ર૪ સારી. તા. રપ થી ર૭ સ્વાસ્થ્ય સાચવવું.
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના માટે કાર્યક્ષેત્રે સફળતાદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા, વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉગ્ર રહે. શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે સાનુકૂળતા રહે. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ સમય અને નાણાનો વ્યય થતો જોવા મળે. તા. ર૧ થી ર૪ લાભદાયી. તા. રપ થી ર૭ મધ્યમ.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
તમારા માટે યશ-કીર્તિ વધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે આપના માન-મોભા-આબરૂમાં વધારો થતો જોવા મળે. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જોવા મળે. નાણાકીય સ્થિતિ એકંદરે નબળી રહે. સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા આકર્ષાશો. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. કોઈ મહેમાન આપના ઘરની મુલાકાતે આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. યાત્રા-પ્રવાસ સુખદાયક પૂરવાર થાય. તા. ર૧ થી ર૪ માન-સન્માન મળે. તા. રપ થી ર૭ યાત્રા-પ્રવાસ.