Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાડી ભાડે કરીને ફરવા નીકળ્યા અને કાળ ભેટી ગયો
રાજકોટ તા. ૬: રાજકોટ-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. દીવ જતા ત્રણ વિદ્યાર્થીના ઘટના સ્થળે જ મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.
રાજકોટ-ભાવનગર હાઈવે પરથી દીવ જઈ રહેલા આર.કે. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત નિપજ્યા છે. ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ આજે વહેલી સવારે રાજકોટ-ભાવનગર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. આટકોટ-જંગવડ પાસે થયેલા આ અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. આ ત્રણેય આર.કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતાં અને ગાડી ભાડે કરીને દીવ જઈ રહ્યા હતાં, ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયોહતો.
આ વિદ્યાર્થીઓની ઓળખ નરેશ સુબારાવ, હર્ષા અને આફરીન તરીકે થઈ છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ સિવાય વિદ્યાર્થીઓના પરિજનોનો સંપર્ક કરી તેમને આ દુર્ઘટના વિશે જાણ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial