ચિરવિદાય

જામનગરઃ સ્વ. મોહનલાલ ઠાકરશી વારીયા (બજરવાળા) ના પુત્રી બાલબ્રહ્મચારી રમાબેન  વારીયા (ઉ.વ.૮૫) તે બા.બ્ર. વનીતાબેન, દલપતભાઈ, જગદીશભાઈ, મહેન્દ્રભાઈ,  મુગટભાઈ, જ્યોતિબેન કિશોરભાઈ મકીમના બહેન, શીતલ હિતેનભાઈ સંઘવી, ધ્રુવી  હિરેનભાઈ દોશી, નિધિ કિશોરભાઈ મકીમના માસી તા. ૫-૩ના સંથારા સહિત અરિહંતશરણ  પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૬-૩ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન લીમડાવાળા ઉપાશ્રયે,  હેડ પોસ્ટઓફિસ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે. લૌકિક વહેવાર બંધ રાખવામાં  આવ્યો છે.

જામનગરઃ સિક્કા નિવાસી દિલીપભાઈ પરસોત્તમભાઈ કુંડલીયા, તે પ્રફુલભાઈ, સ્વ.  મનોજભાઈના ભાઈ, ભાવિન, અંકિતાના પિતા, પર્વના નાનાનું  તા. ૫-૩ના અવસાન થયું  છે. સદ્ગતનું બેસણું તથા સસરાપક્ષની સાદડી તા. ૭-૩ને શનિવારના સાંજે ૪:૩૦ થી ૫:૩૦  દરમ્યાન સુખનાથ મહાદેવ મંદિર, ગૌશાળાની બાજુમાં, સિક્કા મુકામે રાખવામાં આવ્યું છેે.

જામનગરઃ (હાલ રાજકોટ)ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ સ્વ. ફુલચંદ ઉમીયાશંકર ત્રવાડી (ત્રવાડી ઉમીયાશંકર  કાલીદાસ મીઠાઈવાલા)ના પુત્ર જગદીશચંદ્ર, તે કિશોરભાઈ, રંજનબેન, રજનીભાઈ, અશોકભાઈ, જયેન્દ્રબેનના  ભાઈ, અવંતિકાબેનના પતિ, ધવલભાઈ, ભાર્ગવીબેનના પિતા, રાજેશકુમાર જાની, રિદ્ધિબેનના સસરાનું  અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૭-૩ને શનિવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ,  તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.

close
Ank Bandh