Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુર પંથકના આરોગ્ય મહિલાકર્મીની જાતીય સતામણીઃ બે શખ્સ સામે ફરિયાદ

છેલ્લા અઢી વર્ષથી પરેશાની અંગે આખરે ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬ઃ કલ્યાણપુરના ખીજદળ ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીએ પોતાની સાથે અનૈતિક માગણી કરીને તેમજ જાતીય સતામણી કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા અંગે બે શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ડીવાયએસપી દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી છે.

કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામના આયુષમાન આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીએ પોતાની સાથે તા.૧-૧૧-રરથી જુન ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન પોતાને કોઈપણ રીતે વાંકમાં લઈ જેમ તેમ બોલી ઉતારી પાડીને તેમજ મોબાઈલમાં મેસેજ કરીને અને રૃબરૃ મળે ત્યારે દ્વઅર્થી ભાષાનો ઉપયોગ કરીને તેમજ અનૈતિક માગણી કરી જાતીય સતામણી કરવા અને તેમની તાબે નહીં થતાં ઉપરી અધિકારી મારફત નોટીસ અપાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા અંગે કલ્યાણપુર તાલુકાના રાણ ગામે ભાણજી હરજીભાઈ કણઝારીયા અને ભોપાલકા ગામના દેવશી મનજીભાઈ રાઠોડ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh