નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ અતિ મહત્ત્વની સપાટી...!!!

તા. ૦૫-૧૧-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

બીએસઇ સેન્સેક્સઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૯૭૮ સામે ૮૪૦૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૪૧૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...દિવસ દરમ્યાન સરેરાશ ૬૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૩૪૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચરઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૮૯૮ સામે ૨૫૮૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૬૯૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૨૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૬૯૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક/વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...

આજરોજ ગુરૂનાનક જયંતી નિમિતે ભારતીય શેરબજાર બંધ રહેનાર હતું. અમેરિકાની વ્યાજદરની દિશા અને વૈશ્વિક ટ્રેડ ટેન્શનને લઈને ગઈકાલે સપ્તાહના બીજા કારોબરી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થવાની આશાઓ વચ્ચે ચીન પરના ટેરિફમાં ઘટાડો અને ભારત સાથે ટ્રેડ ડીલ અંગે ટ્રમ્પના નિવેદન બાદ કેટલીક મહત્વપૂર્ણ બાબતોને કારણે આ સમજૂતી ફરી અનિશ્ચિતતામાં સપડાઈ ગયાને પગલે ફંડોએ મોટાપાયે સેલિંગ કર્યુ હતું, જ્યારે સ્થાનિક મહારથીઓએ પણ નવી તેજી સામે સાવચેતી દાખવીને અવિરત પ્રોફિટ બુકિંગ ચાલુ રાખ્યું હતું. ઈઝરાયેલ-હમાસ વચ્ચે વધતા યુદ્ધના તણાવ અને યુક્રેન-રશિયા સંઘર્ષને કારણે વૈશ્ વિક જીઓપોલિટીકલ પરિસ્થિતિ અસ્થિર બની હતી, જેના પરિણામે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારમાં સતત વેચવાલી કરી હતી.

ગઈકાલે ભારતીય શેરબજારમાં નોંધાયેલ ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે ઉભા થયેલા અનિશ્ચિત સંજોગો છે, જેમ કે રૂપિયાની કિંમતમાં ઘટાડો, કાચા તેલના ભાવમાં વધારાની ચિંતા અને આર્થિક વૃદ્ધિના ધીમા સંકેતો તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત વેચવાલી નોંધાતા બજારમાં દબાણ વધ્યું છે. આ બધાની વચ્ચે, અમેરિકાના ટેરિફ યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધતા જીઓપોલિટિકલ તણાવને કારણે વૈશ્વિક મૂડી વધુ સુરક્ષિત આશ્રયસ્થાનો તરફ વળી રહી છે. પરિણામે ભારતીય ઈક્વિટી માર્કેટમાં ટૂંકાગાળાનો ઉતાર જોવાઈ રહ્યો છે.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સંભવિત હસ્તક્ષેપોને કારણે મંગળવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો. જયારે આગામી વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઉત્પાદન વધારાને રોકવાના ઓપેક+ના નિર્ણય છતાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

સેક્ટર મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ માત્ર ટેલિકોમ્યુનિકેશન અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૪૯ અને વધનારની સંખ્યા ૧૬૧૮ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટાઈટન કંપની લિ. ૨.૨૮%, ભારતી એરટેલ ૧.૮૯%, બજાજ ફાઈનાન્સ ૧.૧૬%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૯૩% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૭૨% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૧૩% ઈટર્નલ લિ. ૨.૭૯%, ટાટા મોટર્સ ૨.૫૩%, ટાટા સ્ટીલ ૧.૮૬%, મારુતિ સુઝુકી ૧.૭૬%, બીઈએલ ૧.૬૯%, લાર્સન લિ. ૧.૪૮%, એનટીપીસી લિ. ૧.૩૪%, આઈટીસી લિ. ૧.૨૯%, ઈન્ફોસિસ લિ. ૧.૧૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૧૫%, ટ્રેન્ટ લિ. ૧.૧૨%, અચસીએલ ટેકનોલોજી ૧.૦૫% અને એશિયન પેઈન્ટ ૧.૦૨% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૭૧ લાખ કરોડ ઘટીને ૪૬૯.૮૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૫ કંપનીઓ વધી અને ૨૫ કંપનીઓ ઘટી હતી.

તા.૦૬.૧૧.૨૫ ના સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે...

સિપ્લા લિ. બંધભાવ (૧૫૧૧): ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. ૧૪૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. ૧૪૭૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. ૧૫૩૩ થી રૂ. ૧૫૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૧૫૫૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

હેવેલ્સ ઇન્ડિયા બંધભાવ (૧૪૮૯): એ /ટી૧ ગ્રુપનો આ સ્ટોક રૂ. ૧૪૭૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ. ૧૪૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ. ૧૫૦૩ થી રૂ. ૧૫૧૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

એક્સીસ બેન્ક બંધભાવ (૧૨૩૨): રૂ. ૧૨૦૩ નો પ્રથમ તેમજ રૂ. ૧૧૯૦ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૧૨૪૪ થી રૂ. ૧૨૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

ઓરબિંદો ફાર્મા બંધભાવ (૧૧૬૦): ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. ૧૧૭૪ થી રૂ. ૧૧૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ. ૧૧૩૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો.!

એચડીએફસી બેન્ક બંધભાવ (૯૯૦): રૂ. ૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ. ૯૫૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ. ૧૦૦૩ થી રૂ. ૧૦૧૨ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે.!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય અર્થવ્યવસ્થા અને ઉત્પાદન ક્ષેત્રની મજબૂતીથી ભારતીય શેરબજાર માટે સકારાત્મક દિશામાં મોટા અવસર મળી શકે છે. ઓકટોબરના પીએમઆઈ અને વિવિધ આંકડાઓ દર્શાવે છે કે દેશમાં ભવિષ્ય માટે મજબૂત મૌલિકતાઓ છે. ઉત્પાદન ક્ષેત્રમાં મજબૂતી, ઘરેલુ માંગમાં વધારો અને જીએસટીમાં સુધારા એ ભારતમાં આર્થિક વૃદ્ધિ માટે પૂરક બની રહ્યા છે. આર્થિક વિકાસ દર ૭.૮% પર પહોંચવા સાથે, ભારતનું આર્થિક મોખરું ચાલુ રહી રહ્યું છે, જે ખાસ કરીને શેરબજારમાં આશાવાદી સ્થિતિ પ્રદાન કરે છે. ઉપરાંત, નિકાસમાં થોડી મંદી છતાં, ઘરેલુ બજારમાં માંગ અને ઉત્પાદન ખૂણાની પર મજબૂતી આપે છે, જે કંપનીઓના સ્ટોક મૂલ્યને ઉંચી દિશામાં ગતિ આપે છે. આ સમગ્ર પરિસ્થિતિમાં, શેરબજાર પર સકારાત્મક પ્રભાવની શક્યતા વધુ છે, જ્યાં રોકાણકારોને વિવિધ ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિની રાહત મળી શકે છે.

ભારતીય શેરબજાર માટે મજબૂતી લાવવી એ આરંભિક નમૂનાઓ પર આધારિત છે. ઓકટોબરનો પીએમઆઈ ૫૯.૨૦ પર પહોંચવાનું દર્શાવે છે કે ઉત્પાદક ક્ષેત્ર અને અર્થતંત્ર વચ્ચે મજબૂતી છે. આ સંકેતો રોકાણકારોને વિશ્વસનીયતા અને વ્યાપારી મૌલિકતાઓ પ્રદાન કરે છે, જે સ્થાનિક અને વૈશ્વિક બજારમાં ભારતીય શેરબજારને મજબૂત કરે છે. વધુમાં, સરકારના આર્થિક પ્રોત્સાહનો અને વિતેલા મહિનાઓમાં થયેલા નીતિ સુધારા, જેમ કે જીએસટીમાં કપાત, અર્થતંત્રમાં વ્યાપક પ્રગતિ માટે માધ્યમ પૂરી પાડે છે. આ તમામ ઘટકો ભારતમાં શેરબજાર માટે વૈશ્વિક અને સ્થાનિક રોકાણકારોની આકર્ષણને વધારી શકે છે, જેને પરિણામે ભારતીય શેરબજારનું ભાવિ ઉજ્જવળ અને મજબૂત બની શકે છે.

close
Ank Bandh