જાણો ૧૭ નવેમ્બર થી ર૩ નવેમ્બર ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

મેષ રાશિ સહીત બે રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં પરિશ્રમ રહે, ખર્ચ-ખરીદી થાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે પરિશ્રમ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ જેટલી મહેનત કરશો, તેટલું ફળ આપને મળશે. આ સમયમાં આપે ભાગ્ય કરતા મહેનત ઉપર વધારે વિશ્વાસ રાખવો. નાની-મોટી યાત્રા-પ્રવાસ સફળ થાય. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે મતભેદ-વિવાદ થઈ શકે છે. શાંતિપૂર્ણ વ્યવહારથી કામ લેવું. દાંપત્યજીવનમાં એકરસતા અને મધૂરતા જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. નાણાકીય સ્થિતિ એકંદરે સારી રહે. તા. ૧૭ થી ર૦ કાર્યશીલ. તા. ર૧ થી ર૩ સારી.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ધાર્યા કામ પૂરા કરવા માટે તનતોડ મહેનત અને પરિશ્રમ કરશો, તેમજ તેનું શુભ પરિણામ પણ પ્રાપ્ત કરી શકશો. આપની અંદર નવો ઉમંગ અને ઉત્સાહ જોવા મળે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી કાર્યની પ્રશંસા સાંભળવા મળે. આરોગ્ય બાતે ખાન-પાનમાં તકેદારી રાખવી. વ્યાવસાયિક ક્ષેત્રે આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા દેખાય છે. તા. ૧૭ થી ર૦ મધ્યમ. તા. ર૧ થી ર૩ શુભ.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે આર્થિક પરિસ્થિતિ સુધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આકસ્મિક ધનલાભની પ્રબળ શક્યતા જણાય છે. આવકના સ્ત્રોતો ખૂલતા જણાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતા આહાર-વિહારમાં સાવધાની રાખવી હિતાવહ રહેશે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ હાવિ થતા જણાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની ઈચ્છા ફળીભૂત થઈ શકે. વ્યાપાર-ધંધામાં વિકાસ થતો જોવા મળે. તા. ૧૭ થી ર૦ સંભાળવું. તા. ર૧ થી ર૩ લાભદાયી.

 

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સુખ-દુઃખ જેવી પરિસ્થિતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને પરિસ્થિતિમાં ઉતાર-ચઢાવનો અનુભવ થાય. સામાજિક ક્ષેત્રે કોઈ શુભ કાર્યમાં સહભાગી થઈ શકો છો. આરોગ્ય બાબતે પડવા-વાગવાથી ચેતવવું. ધાર્યો લાભ મેળવવાની આશા ફળીભૂત થતી જણાય. કૌટુંબિક ક્ષેત્રે કલેશ-કલહભર્યું વાતાવરણ ઊભું થઈ શકે છે. નજીકના સંબંધોમાં તિરાડ ઊભી ન થાય તે જો જો. યાત્રા-પ્રવાસનું આયોજન થાય. તા. ૧૭ થી ર૦ વાદ-વિવાદ. તા. ર૧ થી ર૩ સારી.

 

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-નાની વાતમાં વાદ-વિવાદ મોટું સ્વરૂપ લઈ શકે છે. અંગત સંબંધો વણસતા જણાય. ધીરજ અને સંયમથી વર્તશો તો મહદ્અંશે ફાયદામાં રહેશો. નાણાકીય દૃષ્ટિએ સપ્તાહ સારૂ રહે. અપેક્ષા અનુસાર કામ મેળવી શકશો. આરોગ્ય સુખાકારી સારી રહે. વિદ્યાર્થીઓ માટે સમય આત્મમંથન કરાવવાવાળો બની રહે. શુભ સમાચાર સાંભળવા મળે. તા. ૧૭ થી ર૦ વિવાદ ટાળવા. તા. ર૧ થી ર૩ સાનુકૂળ.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે સમસ્યાઓનું નિરાકરણ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધામાં મંદીના વાદળો વિખેરાતા જણાય. પરિશ્રમ તથા ભાગ્યનો સાથ મળતા આર્થિક પ્રગતિ શક્ય બને. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય માલ-સામાનની ખરીદી માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. સ્વાસ્થ્ય એકંદરે સારૂ રહેવા પામે. યાત્રા-પ્રવાસ વિલંબમાં પડતા જણાય. દાંપત્યજીવનમાં મધૂરતા જળવાઈ રહે. જાહેર જીવનમાં વ્યસ્તતાને કારણે માનસિક-શારીરિક થાક અનુભવાય. તા. ૧૭ થી ર૦ મધ્યમ. તા. ર૧ થી ર૩ શુભ.

 

Libra (તુલા: ર-ત)

તમારા માટે માનસિક શાંતિ પરત લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ આનંદિત અને પ્રફૂલ્લિત રહે. આવનારો સમય મોજ-શોખ, ભોગ-વિલાસ પાછળ વ્યતિત કરશો. વધારે પડતા ખર્ચને કારણે નાણાભીડનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ સાથે બોલાચાલી-ઘર્ષણ ટાળવું. કોર્ટ-કચેરી જેવા કાર્યોમાં સમાધાનકારી વલણ અપનાવવું સલાહભર્યું બની રહે. આરોગ્ય બાબતે નાની-મોટી તકલીફ હશે તો તે દૂર થતી જણાય. તા. ૧૭ થી ર૦ ખર્ચ-ખરીદી. તા. ર૧ થી ર૩ સુખદ.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે કાર્યક્ષેત્રે મહત્ત્વનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે રૂકાવટ કે વિઘ્નો હશે તો તે દૂર થઈ શકે અને સફળતા મેળવી શકશો. નવું સાહસ કે નવી યોજના અમલમાં આવતી જણાય. કાર્યપૂર્તિની સાથે સાથે આર્થિક મુંઝવણ પણ હળવી બનશે. સ્વાસ્થ્ય લથડતું જણાય. ઘર-પરિવારમાં શાંતિ તથા સુલેહભર્યું વાતાવરણ અનુભવી શકશો. નોકરિયાત વર્ગે ઉપરી અધિકારી સાથે બોલાચાલી ટાળવી. તા. ૧૭ થી ર૦ સ્વાસ્થ્ય સાચવવું. તા. ર૧ થી ર૩ સફળતા મળે.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે શાંતિપૂર્ણ વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ધાર્યો લાભ અટકતા આપની માનસિક સ્થિતિ તંગ બનતી જણાય. મહત્ત્વના કાર્યોમાં નિર્ણય લેતા પહેલા કોઈની સલાહ લેવી હિતાવહ રહેશે. સ્વાસ્થ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. જાહેરજીવન સાથે માન-સન્માનમાં વધારો થાય. માલ-મિલકત, જમીન-મકાનના ખરીદ-વેંચાણમાં સાવધાની રાખવી. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સફળતા મળવાના યોગ બને. તા. ૧૭ થી ર૦ આરોગ્ય સુધરે. તા. ર૧ થી ર૩ સાવધાની રાખવી.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે નસિબનો સાથ અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વેપાર-ધંધા ક્ષેત્રે અણધારી તેજી જોવા મળે. પુરુષાર્થ કરતા પ્રારબ્ધનું ફળ વધારે મેળવી શકશો. નાણાના સ્ત્રોતો ખૂલતા જણાય. તબિયત અંગે ઋતુગત રોગોથી સાવધાની રાખવી પડે. જાહેરજીવનમાં લગ્ન પ્રસંગો જેવા સમારંભોમાં વ્યસ્તતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે નાની-નાની બાબતોમાં તકરાર થઈ શકે છે. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો ફાયદામાં રહેશો. તા. ૧૭ થી ર૦ વિવાદ ટાળવા. તા. ર૧ થી ર૩ શુભ.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે આરોગ્ય સુખાકારી સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનું બગડેલું સ્વાસ્થ્ય સુધરતું જણાય. શારીરિક તથા માનસિક રીતે આપ પ્રફૂલ્લિત બનશો. કાર્યક્ષમતામાં વધારો થાય. વેપાર-ધંધામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શકશો. સામાજિક જીવનમાં વિરોધીઓથી સાવધ રહેવું. ઘર-પરિવારમાં વાતાવરણ એકંદરે શાંત રહે. ભાઈ-ભાંડુ સાથે અણબનાવ કે મનદુઃખ દૂર થઈ શકે છે. પારિવારિક સંબંધો મજબૂત બનતા જણાય. યાત્રા-પ્રવાસ ખર્ચાળ પૂરવાર થાય. તા. ૧૭ થી ર૦ આરોગ્ય સુધરે. તા. ર૧ થી ર૩ પ્રવાસ.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે ખર્ચ-ખરીદી કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આનંદ-પ્રોમોદ પાછળ નાણાનો ખર્ચ કરવાના આયોજનમાં વ્યસ્ત બનો. સ્નેહીજનો સાથે બગડેલા સંબંધો સુધરતા જણાય. ઘર-પરિવારમાં કોઈ શુભ કે માંગલિક પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. સામાજિક ક્ષેત્રે ઈર્ષાળુ માણસોથી સાવચેત રહેવું પડે. કોર્ટ-કચેરીના કાર્યોમાં પીછેહઠ કરવી પડે. વિદ્યાર્થી વર્ગને શુભ ફળ પ્રાપ્ત થાય અને સફળતા મળે. તા. ૧૭ થી ર૦ મધ્યમ. તા. ર૧ થી ર૩ ખર્ચાળ.

જાણો, તા. ૧૮ નવેમ્બર, મંગળવાર અને કારતક વદ તેરસનું પંચાંગ

સુર્યોદય : ૭-૦૧ - સુર્યાસ્ત : ૬-૦૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક વદ-૧૩ :

તા. ૧૮-૧૧-ર૦૨૫, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૬,

મુસ્લિમ રોજઃ ૨૬, નક્ષત્રઃ સ્વાતિ,

યોગઃ આયુષ્માન, કરણઃવિષ્ટિ

તા. ૧૮ નવેમ્બરના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આપે સમય-સંજોગો અને પરિસ્થિતિ અનુસાર નિર્ણય કરી  કામમાં આગળ વધવું. નફા-નુકસાની થી સંભાળવું પડે. ભાગીદારી વાળા ધંધામાં આપે સાવધાની  રાખવી પડે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સાનુકૂળતા પ્રાપ્ત થાય. નાણાકીય બાબતે આપે  સમજી-વિચારીને આયોજન કરવું. યાત્રા-પ્રવાસ થાય.

બાળકની રાશિઃ તુલા

જાણો, તા. ૧૮ નવેમ્બર, મંગળવાર અને કારતક વદ તેરસનું રાશિફળ

મેષ સહિત બે રાશિના જાતકોને રોકાણ-વ્યવહારના કામમાં સરળતા જણાય.  સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સરળતા જણાય. ધંધામાં આવક થાય. ભાઈ-ભાંડુનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૬

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

નોકર-ચાકરથી સહકાર મળી રહેતા કામનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. બપોર પછી કામમાં  પ્રતિકૂળતા રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૭-૪

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દિવસના પ્રારંભે કામમાં રૂકાવટ-પ્રતિકૂળતા જણાય. ધીરજ રાખવી પડે. દિવસ પસાર થાય તેમ શાંતિ  જણાય.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૩-૮

 

Cancer (કર્ક: ડ-હ)

વાણીની મીઠાશથી કામમાં સરળતા થતી જાય. બપોર પછી આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ  અનુભવાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામની સાથે અન્ય કામકાજને લીધે દોડધામ-શ્રમ જણાય. બપોર પછી કામકાજમાં રાહત થતી  જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૨

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

દિવસનો પ્રારંભ સાનુકૂળ રહે. અગત્યના કામ અંગેની મિલન-મુલાકાત થાય. બપોર પછી ઉચાટ રહે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૬-૯

 

Libra (તુલા: ર-ત)

સુસ્તી-બેચેની સાથે દિવસનો પ્રારંભ થાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં. મિત્રોનો સાથ-સહકાર મળી  રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

નોકરી-ધંધાના કામ અંગે બહારગામ જવાનું બને. બપોર પછી કામકાજ અંગેની વ્યસ્તતામાં વધારો  થઈ શકે છે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામની વ્યસ્તતા સાથે દિવસનો પ્રારંભ થાય. જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ  દોડધામ-શ્રમમાં ઘટાડો થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. કામનો ઉકેલ આવતો જાય. બપોર પછી પ્રતિકૂળતા  રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દિવસના પ્રારંભે આપે વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. જેમ દિવસ પસાર થાય તેમ  રાહત થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

રાજકીય-સરકારી કામ અંગે વ્યસ્તતા જણાય. સામાજિક-વ્યાવહારિક કામકાજ અંગે દોડધામ જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪

જાણો, તા. ૧૭ નવેમ્બર, સોમવાર અને કારતક વદ તેરસનું પંચાંગ

સુર્યોદયઃ ૭-૦૦  સુર્યાસ્તઃ ૬-૦૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક વદ-૧૩ઃ

તા. ૧૬-૧૧-ર૦૨૫, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધઃ ૫૧૨૭, પારસી રોજઃ ૫,

મુસ્લિમ રોજઃ ૨૫, નક્ષત્રઃ ચિત્રા,

યોગઃ પ્રીતિ, કરણઃ ગર

 

તા. ૧૬ નવેમ્બરના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કુટુંબ-પરિવાર-મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસનું આયોજન કરી શકો. આનંદ માણી શકો. વ્યાવસાયિક દૃષ્ટિએ સારૃં રહે. આપના કામમાં ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહે. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. મહત્ત્વના કામનો ઉકેલ આવતો જવાથી આપને આનંદ રહે. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે.

બાળકની રાશિઃ કન્યા ૧૮ઃ૦૧ સુધી પછી તુલા

જાણો, તા. ૧૭ નવેમ્બર, સોમવાર અને કારતક વદ તેરસનું રાશિફળ

કર્ક સહિત બે રાશિના જાતકોને કામ માટે દોડધામ રહે, સંતાન બાબતે ચિંતા રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગની મુશ્કેલી-ભૂલના લીધે કામકાજમાં તકલીફ અનુભવાય. બેચેની-વ્યગ્રતા અનુભવાય.

શુભ રંગઃ પીચ - શુભ અંકઃ ૨-૫

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. આવેશ-ઉશ્કેરાહટમાં આવી જવું નહીં. સંતાનોના પ્રશ્ને ચિંતા જણાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપે વાણીની સંયમતા રાખીને કામકાજ કરવું. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. દોડધામ-શ્રમ જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૮

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. મોસાળપક્ષ-સાસરીપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૨

 

Leo (સિંહ: મ-ટ)

અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત મુલત્વી રાખવી. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. ધર્મકાર્ય થઈ શકે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના સ્વાસ્થ્યની કાળજી રાખીને કામકાજ કરવું. દિવસ પસાર થતો જાય તેમ આપને બેચેની-વ્યગ્રતા રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૩

 

Libra (તુલા: ર-ત)

યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં આપે સાવધાની રાખવી પડે. નોકરી-ધંધાના કામમાં રૂકાવટ-મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૭-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

સગા-સંબંધી-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. આપે સાવધાની રાખવી પડે. પરદેશના કામમાં ઉતાવળ ન કરવી.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૪-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપે પરદેશના કામમાં ધ્યાન રાખવું પડે. સંતાનના પ્રશ્ને ચિંતા જણાય. બપોર પછી કામકાજમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૬

 

Capricorn (મકર: ખ-જ)

વિચારોની દ્વિધા-અસમંજસતાને લીધે કામકાજમાં વિલંબ જણાય. ઉચાટ-ઉદ્વેગ જણાય. મુલાકાતમાં ઉતાવળ ન કરવી.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મહત્ત્વના નિર્ણયો લેવા નહીં. પરિવારની ચિંતા જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૩

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપે નાણાકિય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી પડે. આડોશ-પાડોશમાં વાદ-વિવાદ, મનદુઃખથી સંભાળવું.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૭-૮

જાણો તા. ૧૬ નવેમ્બર રવિવાર અને કારતક વદ બારસનું પંચાંગ

સુર્યોદયઃ ૭-૦૦  સુર્યાસ્તઃ ૬-૦૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક વદ-૧૨ઃ

તા. ૧૬-૧૧-ર૦૨૫, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધઃ ૫૧૨૭, પારસી રોજઃ ૦૪,

મુસ્લિમ રોજઃ ૨૪, નક્ષત્રઃ હસ્ત,

યોગઃ પ્રીતિ, કરણઃ કૌલવ

 

તા. ૧૬ નવેમ્બરના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપે ધીરજ અને શાંતિ રાખીને કામકાજ કરવું. આરોગ્યની કાળજી રાખીને ઘર તેમજ વ્યવસાયનું કામકાજ કરી લેવું. નાણાકિય આયોજન ખોરવાતું જણાય. નવા રોકાણમાં સાવધાની રાખવી. કૌટુંબિક-પારિવારિક બાતે ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બની શકે છે. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આપને આનંદ રહે.

બાળકની રાશિઃ કન્યા

જાણો તા. ૧૬ નવેમ્બર રવિવાર અને કારતક વદ બારસનું રાશિફળ

મેષ સહિત ત્રણ રાશિના જાતકોને અગત્યના કામ પૂર્ણ થાય, તબિયત સાચવવી

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. અગત્યના નિર્ણય લઈ શકાય. યાત્રા-પ્રવાસ થાય.

શુભ રંગઃ મરૂન  શુભ અંકઃ ૩-૯

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપને સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સામાજિક કામમાં વ્યસ્ત રહેવાનું બને.

શુભ રંગઃ મેંદી  શુભ અંકઃ ૨-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં સહકાર્ય, નોકર-ચાકરવર્ગનો સાથ મળી રહે. પરંતુ બપોર પછી કામમાં ઉતાવળ કરવી નહીં.

શુભ રંગઃ સફેદ  શુભ અંકઃ ૬-૪

 

Cancer (કર્ક: ડ-હ)

દિવસના પ્રારંભમાં આપને કામકાજમાં રૂકાવટ જણાય. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું પડે.

શુભ રંગઃ લાલ  શુભ અંકઃ ૩-૮

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. બપોર પછી બેચેની રહે.

શુભ રંગઃ કેસરી  શુભ અંકઃ ૮-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કાર્યની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભાર વધે. બપોર પછી રાહત થાય.

શુભ રંગઃ સોનેરી  શુભ અંકઃ ૧-૬

 

Libra (તુલા: ર-ત)

આપના કાર્યની સાથે જાહેર-સંસ્થાકિય કામમાં વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી આરોગ્યની કાળજી રાખવી પડે.

શુભ રંગઃ જાંબલી  શુભ અંકઃ ૭-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. કામ કરવાનો કંટાળો આવે. પરંતુ બપોર પછી તમે કામમાં વ્યસ્ત થતા જાવ.

શુભ રંગઃ બ્રાઉન  શુભ અંકઃ ૧-૬

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહારગામ જવાનું બને. દિવસ પસાર થતો જાય તેમ વ્યસ્તતામાં વધારો થાય.

શુભ રંગઃ લીલો  શુભ અંકઃ ૫-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. બપોર પછી ધીરે ધીરે કામનો ઉકેલ આવતો જાય.

શુભ રંગઃ ગુલાબી  શુભ અંકઃ ૪-૭

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દિવસનો પ્રારંભ સાનુકૂળતાથી થાય. જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને પ્રતિકૂળતાનો અનુભવ થાય.

શુભ રંગઃ બ્લુ  શુભ અંકઃ ૬-૮

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

બપોર સુધીનો સમય આપને ધીરજ અને શાંતીથી પસાર કરી લેવો. ત્યાર બાદ ધીરે ધીરે રાહત-શાંતિ થતા જાય.

શુભ રંગઃ પીળો  શુભ અંકઃ ૨-૯

જાણો ૧૦ નવેમ્બર થી ૧૬ નવેમ્બર ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

કન્યા સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં ધાર્યા કામ થાય, વ્યાપારમાં સફળતા મળે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે નાણાભીડ દૂર કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપની ભવિષ્યની યોજનાઓ અંગે આપ સજાગ બનતા જણાવ. વ્યાપાર-ધંધામાં લાભની તક મળે તે ઝડપી લેજો. નાણા પ્રાપ્તિની ઈચ્છા ફળીભૂત થતા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો. પારિવારિક ક્ષેત્રે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. કોઈ મહેમાન આપના ઘરની મુલાકાતે આવી શકે છે. યાત્રા-પ્રવાસ કંટાળાજનક તથા તકલીફદાયક બની રહે. સ્વાસ્થ્ય એકંદરે સારૂ રહે. તા. ૧૦ થી ૧૭ લાભ. તા. ૧૪ થી ૧૬ પારિવારિક કાર્ય થાય.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે તબિયતની કાળજી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેવા પામે. આહાર-વિહારમાં કાળજી રાખવી આવશ્યક બની રહે. વ્યાપાર-વ્યવસાયમાં મંદ ગતિએ પણ પ્રગતિ સાધી શકશો. નાણાકીય સ્થિતિ સુધરતી જણાય. નાણા પ્રાપ્તિના રસ્તાઓ ખૂલતા જણાય. સામાજિક જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. કૌટુંબિક ક્ષેત્રે સ્નેહીજનો તરફથી સહકાર પ્રાપ્ત થાય. તા. ૧૦ થી ૧૩ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૪ થી ૧૬ સારી.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને વ્યાવસાયિક ક્ષેત્રે મંદીનો સામનો કરવો પડે. ધાર્યો લાભ અટકતા થોડા-ઘણાં અંશે નાણાભીડનો સામનો કરવો પડે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. પારિવારિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે બોલાચાલી, મતભેદ થઈ શકે. બગડેલું સ્વાસ્થ્ય સુધરતા રાહત અનુભવી શકશો. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર સરાહનીય બની શકે. તા. ૧૦ થી ૧૩ નાણાભીડ. તા. ૧૪ થી ૧૬ સામાન્ય.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે પ્રવાસ-મુસાફરીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સ્નેહી-સગા સાથે સંબંધો સુમેળભર્યા બની રહે. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિયમ રહેતા આનંદ અનુભવી શકશો. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા પ્રેરાશો, જેના કારણે કંઈક અંશે નાણાભીડનો અનુભવ થાય. માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આરોગ્ય બાબતે કાળજી રાખવી. તા. ૧૦ થી ૧૩ સન્માન. તા. ૧૪ થી ૧૬ પ્રવાસ.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવના જણાય છે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાયમાં પ્રગતિના દર્શન કરી શકશો. ગૃહસ્થજીવનમાં નાના-મોટા મતભેદ થઈ શકે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માન પ્રાપ્ત થઈ શકે. આરોગ્ય નરમ-ગરમ રહે. તા. ૧૦ થી ૧૩ વિવાદ ટાળવા. તા. ૧૪ થી ૧૬ શુભ.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે પારિવારિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના બાકી કે અધુરા પારિવારિક કાર્યો પૂરા કરવા માટે સમય ફાળવી શકશો. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશે. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો તે ધીમે ધીમે દૂર થતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. તા. ૧૦ થી ૧૩ સ્વાસ્થ્ય સુધરે. તા. ૧૪ થી ૧૬ પારિવારિક કાર્ય થાય.

 

Libra (તુલા: ર-ત)

તમારા માટે ધારેલા કાર્યો પૂરા કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના પડતર કાર્યો પૂરા કરવા માટે સક્રિય બનતા જણાવ. સફળતાના દ્વારો ખૂલતા જણાય. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકી શકશો. માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે સાનુકૂળતા રહે. મોજ-શોખના સાધનોની ખરીદી થાય. તા. ૧૦ થી ૧૩ લાભદાયી. તા. ૧૪ થી ૧૬ મધ્યમ.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે નફા-નુક્સાનભર્યું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત થતી જણાય. આવકના નવા શસ્ત્રોતો ખૂલતા જણાય. પારિવારિક ક્ષેત્રે આકસ્મિક ખર્ચાઓને કારણે નાણાકીય સ્થિતિ મધ્યમ બની રહે. આર્થિક સ્થિતિ ઉતાર-ચઢાવભરી જણાય. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા-ખર્ચ જણાય. સામાજિક તથા જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોને પ્રગતિકારક તકો પ્રાપ્ત થાય. મહત્ત્વના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. તા. ૧૦ થી ૧૩ ખર્ચ-વ્યય. તા. ૧૪ થી ૧૬ સારી.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે સફળતાદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના કાર્ય ક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ કહી શકાય. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે અનુકૂળતા રહે. તા. ૧૦ થી ૧૩ મધ્યમ. તા. ૧૪ થી ૧૬ લાભદાયી.

 

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે વ્યસ્તતા વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ સામાજિક-વ્યાવસાયિક ક્ષેત્રે આપની વધારાની જવાબદારીઓના કારણે વ્યસત બનતા જણાવ. શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય. મહેનતના મીઠા ફળ સમજવા. સામાજિક ક્ષેત્રે મહત્ત્વની વ્યક્તિ સાથેની મુલાકાત ફળદાયી સાબિત થાય. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથે વાદ-વિવાદ થઈ શકે છે. યાત્રા-પ્રવાસ કંટાળાજનક તથા ખર્ચાળ પૂરવાર થાય. તા. ૧૦ થી ૧૩ મિલન-મુલાકાત. તા. ૧૪ થી ૧૬ કાર્યબોજ વધે.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે સકારાત્મક કાર્યો કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપનામાં એક નવી ઊર્જાનો સંચાર થતો જોવા મળે. આપ આપની કાર્યશૈલીમાં સુખદ બદલાવ લાવી શકશો. અધુરા કે અટવાઈ ગયેલા કાર્યો આગળ વધારી શકશો. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે કોઈ નવું સાહસ થઈ શકે. આર્થિક સ્થિતિમાં ધીમી ગતિએ પણ મક્કમ સુધારો જોઈ શકો. સ્વાસ્થ્યની બાબતમાં સમય થોડો નબળો જણાય. ખાન-પાનમાં પરેજી રાખવી. તા. ૧૦ થી ૧૩ ઉત્સાહ. તા. ૧૪ થી ૧૬ તબિયત સાચવવી.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે નવી રાહ, નવી દિશા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ભવિષ્યના નિર્માણના આયોજનમાં વ્યસ્ત બનતા જણાવ. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નવી દિશા કે ક્ષેત્રમાં ઝંપલાવી શકો છો. આવકવૃદ્ધિના માર્ગો ખૂલતા જણાય. આપની સુઝબુઝ દ્વારા સારી સફળતા મળતા સમય ઉત્સાહવર્ધક બની રહે. કૌટુંબિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે તકરાર-મતભેદ ઊભા થઈ શકે છે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે. તા. ૧૦ થી ૧૩ સાનુકૂળ. તા. ૧૪ થી ૧૬ નવીન કાર્ય થાય.

close
Ank Bandh