Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતના આદેશથી પોલીસે દાગીના-રોકડ પરત સોંપ્યાઃ
જામનગર તા. ૧૩: જામનગરના એક આસામીના મકાનમાં સાડા ત્રણેક મહિના પહેલા રોકડ રકમ તથા સોનાના દાગીનાની ચોરી થઈ હતી. પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી. આ મુદ્દામાલ પરત મેળવવા મૂળ માલિકે અદાલતમાંથી આદેશ મેળવતા રૂ।. પંદરલાખથી વધુનો સામાન ગઈકાલે તેઓને પરત સોંપવામાં આવ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્ક પાછળ આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા તરૂણ ભાઈ મોહનભાઈ રાયઠઠ્ઠા નામના આસામીના મકાનમાં ગઈ તા. ૧૬ ઓકટોબરથી તા. ૧૭ ઓકટોબરની સવાર સુધીમાં ચોરી થઈ હતી. જેમાં તસ્કર રોકડ તથા સોનાના દાગીના મળી રૂ।. ૯ લાખ ૨ હજારની મતા ઉસેડી ગયા હતા.જેની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
પોલીસે તપાસ દરમ્યાન આરોપીને પકડી પાડી સોનાના દાગીના તથા રોકડ કબજે લઈ મુદ્દામાલમાં જમા લીધા હતા. ઉપરોક્ત ચીજવસ્તુ પરત મેળવવા તરૂણભાઈએ અદાલતમાં અરજી કરતા તેઓને મુદ્દામાલ સોંપી આપવા આદેશ કરવામાં આવ્યો હતો જેના પગલે ગઈકાલે ઈન્ચાર્જ એસપી પ્રતિભા (આઈપીએસ) તથા સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા, સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ.ચાવડાએ તરૂણભાઈને તેઓની ચીજ વસ્તુ પરત સોંપી છે.
સોનાનું મંગળસૂત્ર, સોના ની ત્રણ બુટી, ચેન, પાંચ વીટી, કડલીની જોડી તેમજ રૂ।. સાડા છ લાખ ની રોકડ મળી કુલ રૂપિયા ૧૫,૬૭, ૮૦૦ની વસ્તુ પરત આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial