Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ રાજેશભાઈ બાલમુકુંદ ભટ્ટ (ઉ.વ.૬૧) તે સ્વ. ગુલાબભાઈ, સ્વ. ધર્મેન્દ્રભાઈ, સ્વ. પ્રમોદભાઈ, દિનેશભાઈના ભાઈ, સુનિલભાઈ, ધિરેનભાઈ, પંકજભાઈ, સ્વ. સચિનભાઈના કાકાનું તા. ૬ ના અવસાન થયુું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૮ ને સોમવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, 'શાંતિ વાડી', કૈલાશપાર્ક, રિલાયન્સ પેટ્રોલપંપવાળી શેરી, ગુલાબનગર પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી (મૂળ જોડીયા) વસંતભાઈ શિંગાળા (નિવૃત્ત મામલતદાર) (ઉ.વ. ૮૪) તે સ્વ. ગિરધરલાલ શિંગાળાના પુત્ર, મેહુલભાઈ, જીજ્ઞેશભાઈ, રેશ્માબેન અજયકુમાર સાયાણીના પિતાનું તા. ૫ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૮ને સોમવારે સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે