Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી વૈશ્વાનર યુવા સંગઠન તથા શ્રીમદ્ અનિરૂદ્ધ પુષ્ટી માર્ગીય મહાવિદ્યાલય દ્વારા
જામનગર તા. ૧૩: જામનગરમાં શ્રી વૈશ્વાનર યુવા સંગઠન તથા શ્રીમદ્ અનિરૂદ્ધ પુષ્ટી માર્ગીય મહાવિદ્યાલય દ્વારા શ્રી મોટી હવેલીનાં ઉપક્રમે હોળી પૂર્વે પુષ્ટી માર્ગીય પરંપરા અનુસાર પૂ. પા. ગો. શ્રી વલ્લભરાયજી મહોદય તથ પૂ.પા. ગો. શ્રી રસાદ્રરાયજી મહોદય અને પૂ.પા.ગો.શ્રી પ્રેમાદ્રરાયજી મહોદયનાં પાવન સાંનિધ્યમાં વિવિધ સ્થળે 'હોરી ધમાર રસિયા ફૂલફાગ' નું આયોજન કરવામાં આવ્યું છે.
ફાગણ સુદ આઠમને તા. ૨૪/૨ ને મંગળવારે રાત્રે ૯ કલાકે જે.ડી.ધોળકીયા સ્કૂલ, જે.ડી.પાર્ક, કુબેર પાર્કની બાજુમાં, આરવ રેસિડેન્સી સામે, રણજીતસાગર રોડ પર હોરી ધમાર રસિયા ગાન યોજાશે. ફાગણ સુદ દસમને તા.૨૬/૨ને ગુરૂવારે રાત્રે ૯ કલાકે પ્રણામી સંપ્રદાયની વાડી , પ્રણામી સ્કૂલ પાસે, હિરજી મિસ્ત્રી રોડ પર હોરી ધમાર ફૂલફાગનો કાર્યક્રમ યોજાશે. ફાગણ સુદ એકાદશી (કુંજ એકાદશી) તા. ૨૭/૨ ને શુક્રવારે રાત્રે ૯ કલાકે શ્રી વલ્લભ ચોક, શ્રી મોટી હવેલી, જામનગરમાં હોરી ધમાર રસિયા ફૂલફાગનો કાર્યક્રમ યોજાશે.
હોળી સંલગ્ન પુષ્ટી માર્ગીય ઉત્સવોનો લાભ લેવા સર્વે વૈષ્ણવોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial