Advertisement
Author: નોબત સમાચાર

વિપક્ષના હોબાળા સાથે લોકસભા ૯ માર્ચ સુધી સ્થગિત

હરદીપ પુરી વિરૂદ્ધ નારેબાજીઃ રાહુલ સામે સબસ્ટેન્સિવ મોશન

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૩: લોકસભામાં 'હરદીપ પુરી રાજીનામું આપો'ના નારા લાગ્યા અને વિપક્ષોએ હોબાળો કરતા ગૃહ ૯ માર્ચ સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. બીજી તરફ રાહુલ સત્તા મેળવવા માટે દેશના ભાગલા પાડવા માગતા હતાં તેવા આરોપ સાથે સબસ્ટેન્સિવ મોશન પણ રજૂ થયો છે.

બજેટ સત્રના ૧૩ મા દિવસે લોકસભાની કાર્યવાહી માત્ર ૧૦ મિનિટ ચાલી, શુક્રવારે કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિપક્ષના સાંસદોએ 'હરદીપ પુરી રાજીનામું આપો'ના નારા લગાવ્યા. પાંચ મિનિટ પછી ગૃહ સ્થગિત કરવામાં આવ્યું. બપોરે ૧ર વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ. આ વખતે હોબાળા વચ્ચે શિક્ષણ અને કાયદા મંત્રાલયને લગતા કેટલાક બિલ રજૂ કરવામાં આવ્યા. આ પછી અધ્યક્ષ સંધ્યા રાયે લોકસભા ૯ માર્ચ સુધી સ્થગિત કરી દીધી.

સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં યોજાવાનું છે. ર૩ દિવસના વિરામ પછી સત્રનો બીજો તબક્કો ૯ માર્ચથી શરૂ થશે અને ર એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ શુક્રવારે રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો કે તેઓ સત્તા મેળવવા માટે દેશના ભાગલા પાડવાનો પ્લાન કરી રહ્યા હતાં. તેમણે એક્સ પર મૂકેલી પોસ્ટમાં લખ્યું હતું કે, સોરોસ, ફોર્ડ ફાઉન્ડેશન અને ટૂકડે-ટૂકડે ગેંગના નેતા રાહુલ ગાંધી સામે આ મારા આરોપો છે, જેના માટે મેં લોકસભા સ્પીકર સાથે ચર્ચા કરવાની મંજુરી માગી છે. શું લોકસભામાં વિપક્ષ નેતાઓ સત્તા મેળવવા માટે ભારતના ભાગલા પાડવાનું પ્લાનિંગ કરી રહ્યા છે?

આ પહેલા ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ગુરુવારે રાહુલ ગાંધી વિરૂદ્ધ લોકસભામાં સબસ્ટેન્સિવ મોશન રજૂ કર્યું છે. રાહુલ પર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. દુબેએ રાહુલનું સંસદ સભ્ય પદ રદ્ કરવા અને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh