Advertisement
Author: નોબત સમાચાર

વાંકાનેર તાલુકામાં ઘેટા-બકરાની ચોરી કરનાર શખ્સને દબોચાયો

અન્ય ત્રણ સાગરિતના નામ ખૂલ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગરના ખીજડિયા બાયપાસ પાસેથી એલસીબીએ મૂળ ખેડા જિલ્લાના શખ્સને પકડી પાડી પૂછપરછ કરતા આ શખ્સે પોતાના ત્રણ સાગરિત સાથે મળી વાંકાનેર તાલુકાના અમરસર ગામમાંથી ઘેટા-બકરા ચોરી કર્યાની કબુલાત આપી છે.

જામનગરની સ્થાનિક ગુન્હાશોધ શાખા દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગ દરમિયાન જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ખીજડિયા બાયપાસ પાસે એક શખ્સની શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી.

મૂળ ખેડા જિલ્લાના નડિયાદમાં ડાકોર રોડપર રહેતા રોહિત જેન્તિભાઈ તળપદા નામના આ શખ્સની પૂછપરછ કરાતા તેણે વાંકાનેર તાલુકાના અમરસર ગામમાં પોતાનાી સાગરિત સંદીપ છગનભાઈ સલાટ, કિરણ સલાટ ઉર્ફે કારા તથા દિપક સલાટને સાથે રાખી ઘેટા-બકરાની ચોરી કર્યાની કબૂલાત આપી છે. આ શખ્સ ઝડપાઈ ગયાની વિગતો વાંકાનેર પોલીસને આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh