Advertisement
Author: નોબત સમાચાર

ટ્રમ્પનું એલ્ટીમેટમઃ બાર દિવસમાં ચીન ડીલ નહીં કરે તો લાગશે ૧પપ% ટેરિફ

ચીને દુર્લભ ખનિજો પર અંકુશ મૂકતા જગત-જમાદાર ખફાઃ ટ્રેડ વોર વધુ વકરશેઃ ટ્રમ્પ-જિનપિંગ મુલાકાતનો સંકેત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૧: ટ્રમ્પે ચીનને ફરી એકવાર ટ્રેડવોરની ચેતવણી આપી છે. ચીન દ્વારા 'રેર અર્થ મિનરલ્સની નિકાસ પર વધુ કડક નિયંત્રણો લદાતા અમેરિકાને મરચા લાગ્યા છે.' ચીન ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રીક વાહનો અને સંરક્ષણ ક્ષેત્રમાં વપરાતા ૧૭ જેટલા દુર્લભ ખનિજો ધરાવે છે. અગાઉ તે સાત ખનિજો પર નિયંત્રણ ધરાવતું હતું, પરંતુ ૯ ઓક્ટોબરે બેઈજિંગે વધુ પાંચ નિરલ્સ હોલ્મિયમએર્બિયમ, શુલિયમ, યુરોપિયમ અને ચટ્ટરબિયમને નિયંત્રણ સૂચિમાં ઉમેરી દીધા છે. આ સાથે ચીન હવે ૧૭ માંથી ૧ર દુર્લભ ખનિજો પર નિયંત્રણ ધરાવે છે. આથી ગિન્નાયેલા ટ્રમ્પે પહેલી નવેમ્બર સુધીમાં ચીન ડીલ નહીં કરે તો ૧પપ ટકા ટેરિફ લગાવવાની ચિમકી આપી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનને આકરી ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો ૧લી નવેમ્બર સુધીમાં વેપાર સમજુતિ (ટ્રેડ ડીલ) નહીં કરવામાં આવે તો ચીનને ૧પપ ટકા સુધીનું જંગી ટેરિફ ચૂકવવું પડી શકે છે. ચીન દ્વારા તાજેતરમાં  રેર અર્થ મિનરલ્સ (દુર્લભ ખનિજો) ના નિકાસ પર નવા નિયંત્રણો લાદવાનો નિર્ણય લેવાયા પછી ટ્રમ્પે આ આકરૂ વલણ અપનાવ્યું છે. આ પહેલા ચીન ઉપર ૧૦૦ ટકા ટેરિફ માફ કરવાની ચીન ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રીક વાહનો અને સંરક્ષણ ક્ષેત્રમાં વપરાતા ૧૭ જેટલા દુર્લભ ખનિજો ધરાવે છે.

અગાઉ તે સાત ખનિજો પર નિયંત્રણ ધરાવતું હતું, પરંતુ ૯ ઓક્ટોબરે બેઈજિંગે વધુ પાંચ મિનરલ્સ હોલ્મિયમ, એર્બિથ્રમ, થુલિયમ, યુરોપિયમ અને ચટ્ટરબિયમને નિયંત્રણ સૂચિમાં ઉમેરી દીધા છે. આ સાથે ચીન હવે ૧૭ માંથી ૧ર દુર્લભ ખનિજો પર નિયંત્રણ ધરાવે છે. કતર્યાના કલાકોમાં જ ઉપરની જાહેરાત આવી છે. વ્હાઈટ હાઉસમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથેની બેઠક દરમિયાન ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, ચીન અત્યાર સુધી ખૂબ સન્માનપૂર્વક રહ્યું છે. તેઓ અમને પપ ટકા સુધી ટેરિફ તરીકે મોટી રકમ આપી રહ્યા છે. આ ખૂબ મોટી રકમ છે, જો કે ૧લી નવેમ્બર સુધીમાં કોઈ સમજુતિ ન થઈ, તો આ આંકડો ૧પપ ટકા સુધી જઈ શકે છે. ટ્રમ્પે એમ પણ ઉમેર્યું કે તેઓ ટૂંક સમયમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવાની યોજના ધરાવે છે.

આ સમગ્ર વિવાદનું મૂળ ચીન દ્વારા દુર્લભ ખનિજ પર લાદવામાં આવેલા નવા નિકાસ નિયંત્રણો છે. ચીન ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રીક વાહનો અને સંરક્ષણ ક્ષેત્રમાં વપરાતા ૧૭ જેટલા દુર્લભ ખનિજો ધરાવે છે. અગાઉ તે સાત ખનિજો પર નિયંત્રણ ધરાવતું હતું, પરંતુ ઓક્ટોબરે બેઈજિંગે વધુ પાંચ મિનરલ્સહોલ્મીયમ, એર્બિયમ, થુલિયમ, યુરોપિયમ અને ચટ્ટરબિયમને નિયંત્રણ સૂચિમાં ઉમેરી દીધા છે.

આ સાથે ચીન હવે ૧૭ માંથી ૧ર દુર્લભ ખનિજો પર નિયંત્રણ ધરાવે છે. નવા નિયમો હેઠળ ચીનમાંથી આ ખનિજો ખરીદીને વિદેશમાં વેંચવા માંગણી કંપનીઓએ હવે ચીની સરકાર પાસેથી ફરજિયાતપણે નિકાસ લાઈસન્સ લેવું પડશે. ટ્રમ્પે ચીનના આ પગલાંને 'પ્રતિકૂળ' ગણાવ્યું છે અને ચેતવણી આપી છે કે, જો ચીન આ નિર્ણય પાછો નહીં ખેચે, તો અમેરિકા ૧૦૦ ટકાથી વધુનો નવો 'થ્રી-ડિજિટ' ટેરિફા લાદશે.

ચીનના આ પગલાંથી અમેરિકા અને તેના સાથે દેશોની સુરક્ષા અને ઉદ્યોગો પર ગંભીર અસર પડી શકે છે. તેનું કારણ એ છે કે, ચીન વૈશ્વિક રેર મિનરલ સપ્યાનો ૭ ટકા હિસ્સો તેની પ્રોસેસિંગ ક્ષમતાનો ૯૦ ટકા હિસ્સો નિયંત્રિત કરે છે. આ પ્રકારની ચેતવણી તદ્વિષયક તજજ્ઞો આપી રહ્યા છે.

બીજી તરફ ચીને આ મામલે અમેરિકા પર દોષનો ટોપલો ઢોળ્યો છે. ચીની સરકારનું કહેવું છે કે અમેરિકાએ ચીની જ્હાજો પર ટેરિફ લાદવાની યોજના બનાવીને વાતચીતનું વાતાવરણ ખરાબ કર્યું છે. ચીની શિક્ષણવિદેએ પણ ટ્રમ્પની નીતિઓની ટીકા કરી છે. રેન્મિન યુનિવર્સિટીના પ્રોફેસર જિન કેતરોંગે કહ્યું કે, અમેરિકાએ પહેલા ચીન પર હુમલો કર્યો અનેહવે પોતાને નિર્દોષ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પહેલા અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે, અમેરિકી અને ચીની અધિકારીઓ આ સપ્તાહે મલેશિયામાં ચર્ચા કરશે, જો કે અહેવાલ સૂચવતા હતાં કે ટ્રમ્પ વ્હાઈટ હા.સ પરત ફર્યા પછી શી સાથેની તેમની પ્રથમ રૂબરૂ મુલાકાત રદ્ કરવા અંગે વિચારણા કરી રહ્યા હતાં, પરંતુ ટ્રમ્પે ફરીથી ફેરવી તોળતા ત્યાંનું તંત્ર પણ કદાચ વિમાસણમાં મૂકાયા હશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh