Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોપડા પૂજનઃ બજારોમાં ભીડઃ દ્વારકાના જગમંદિરમાં ભક્તોની ભીડઃ રંગોળી અને તોરણોની ઘેર ઘેર સજાવટઃ
'પ્રકાશ'ના પર્વ દિવાળીની ગઈકાલે હાલારમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વેપારીઓએ ચોડાપૂજન કર્યું હતું અને ભવ્ય આતશાબાજી કરી હતી. આજે પડતર દિવસ છે, અને આવતીકાલે લોકો નૂતન વર્ષની ઉજવણી કરશે અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવાશે.
ગુજરાતી વર્ષમાં આખરી દિવસ પ્રકાશના પર્વ દિવાળીની સમગ્ર હાલારમાં ગઈકાલે ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગત્ મોડી સાંજે વેપારીઓ-ધંધાર્થીઓ દ્વારા ચોપડાપૂજન કરવામાં આવ્યું હતું, અને એ પછી ભવ્ય આતશબાજી કરી હતી, જેનો ભવ્ય નજારો જોવા જોવાલાયક હતો. તમામ ધંધાકીય સ્થળો, ઓફિસ, દુકાન, શો-રૂમ અને રહેણાંક મકાનને રોશનીના શણગાર કરવામાં આવ્યા હતાં સાથે ગઈકાલે બજારમાં ભારે ભીડ જોવા મળી હતી.
ખરીદી માટે વ્યાપક પ્રમાણમાં લોકો બજારમાં ઉમટી પડ્યા હતાં, જેમાં સૌથી વધારે છેલી ઘડીની કપડા, અને બૂટ-ચપ્પલ અને મોબાઈલ ફોન તથા ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી જોવા મળી હતી.
સૌથી વધુ ફટાકડા ખરીદી માટે લોકો બજારમાં ઉમટી પડતા ચોતરફ ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી. જાહેર રોડ ઉપર રેંકડીઓ ગોઠવાઈ ગઈ હોવાથી ટ્રાફિક સમસ્યામાં વધારો જોવા મળ્યો હતો, તો દિવાળીનો પવિત્ર તહેવાર હોવાથી લોકોએ દાન-પુણ્ય પણ કર્યા હતાં. મંદિરમાં દર્શન-પૂજા માટે પણ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતાં. અનેક મંદિરોમાં દિવાળીના વિશેષ દર્શન પણ યોજાયા હતાં, તો ટ્રેનો અને એસ.ટી. બસો મુસાફરોની બેકાબૂ ભીડ જોવા મળી હતી.
જ્યારે સોશિયલ મીડિયામાં દિવાળીની શુભેચ્છાઓ આપતા સંદેશાઓની પણ લોકોએ આપ-લે કરી હતી. લોકોએ ઘર આંગણે આકર્ષક રંગોળી સજાવી હતી, અને ઘરના દરવાજે તોરણો પણ બાંધ્યા હતાં.
ખાસ કરીને ધર્મનગરી દ્વારકામાં વિશાળ સંખ્યામાં યાત્રાળુઓ-જાત્રાળુઓ ઉમટી પડ્યા હોવાથી જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત ગોમતી સ્નાન કરીને પણ લોકોએ પુણ્યનું ભથ્થું બાંધ્યું હતું. એકંદરે દિવાળીના તહેવારની હર્ષોલ્લાસ અને આનંદમય સાથે ઉજવણી કરી હતી.
આજે ધોકો એટલે કે પડતર દિવસ છે, તો આવતીકાલે નૂતન વર્ષની લોકો ઉજવણી કરશે અને એકબીજાને સાલમુબારક પાઠવી વડીલોના આશીર્વાદ મેળવશે.
આ તહેવારોને લઈને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, અને ત્રીસેક જગ્યાએ છૂટક નાની-નાની આગની ઘટનાઓ નોંધાઈ હતી, અને ફાયરબ્રિગેડે આગ બૂજાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial