Advertisement
Author: નોબત સમાચાર

સલાયાઃ પાળેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી

કલેકટર, પોલીસવડા અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિઃ

                                                                                                                                                                                                      

સલાયા તા. ૧૬: સલાયાના પ્રાચીન પાળેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ ૫ર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સલાયા લોહાણા મહાજન અને જલારામ સેવા સમિતિ દ્વારા સમસ્ત હિન્દુ સમાજના સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સવારે નૂતન ધ્વજારોહણ, લઘુરૂદ્ર હવન તેમજ બપોરે સમસ્ત હિન્દુ સમાજનું સમૂહ ભોજન અને સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક આયોજનમાં દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના તેમજ જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ પણ પરિવાર સાથે મહાદેવના દર્શન અને પૂજનનો લાભ લીધો હતો.

આ પ્રસંગે ખંભાળિયાના પત્રકાર રમણીકભાઈ રાડીયા, મોહિતભાઈ મોટાણી, કિરીટભાઈ મજીઠીયા, અશોકભાઈ કાનાણી, ધીરૂભાઈ ટાકોદરા, પરેશભાઈ માંડવીયા, જામનગરના સુનિલભાઈ પંચમતીયા, મિલનભાઈ કિરતસાતા, વિમલભાઈ દાવડા, કિશોરભાઈ ગોહેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. બપોરે મોટી સંખ્યામાં ભાવિકોએ ફરાળી મહાપ્રસાદનો લાભ લીધો હતો.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ લાલ, અરવિંદભાઈ ભાયાણી, વૃજલાલ બથિયા તેમજ જલારામ સેવા સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. તેમજ પૂજન અને મહાઆરતી સલાયા પાળેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રવિણગિરી ગૌસ્વામીએ કરી હતી. આ વિશાળ ધાર્મિક આયોજનથી સલાયા મહાશિવરાત્રિના દિવસે ભકિતમય બન્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh