Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવા બ્રિજ પર અકસ્માતમાં મૃત્યુનો પ્રથમ બનાવ નોંધાયોઃ
જામનગર તા. ૧૬: જામનગરનાં નવનિર્મિત ઓવરબ્રિજ પરથી ગઈરાત્રે એકાદ વાગ્યે દોડી જતું એક બાઈક નાગનાથ નાકા નજીક ફોરેસ્ટ ઓફિસના ગેઈટ પાસેના ઉપરના ભાગ પરથી નીચે ત્રાટક્યું હતું. બાઈક પર રહેલા તેના ચાલકનું માથામાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. આ પુલ પરથી નીચે ત્રાટકવાનો પ્રથમ બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ બાઈક પુલની પાળી સાથે ટકરાયા પછી નીચે પડી ગયાનું અનુમાન કરવામાં આવ્યું છે. ગુલાબનગર પાસે એક મોટર પાછળ બીજી મોટર ટકરાઈ પડતા રૂપિયા ત્રિસેક હજારનું નુકસાન થયું છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલી ખેતીવાડી ફાર્મની શેરી નં.૮માં રહેતા દિનેશભાઈ વેલજીભાઈ રાઠોડ (ઉ.વ.ર૧) નામના યુવાન ગઈરાત્રે ઘરેથી જીજે-૧૦-સીએચ ૬૬૭૫ નંબરના બાઈક પર નીકળ્યા હતા.
આ યુવાન સુભાષબ્રિજ પાસેથી શરૂ થતા અને સાત રસ્તા પાસે પૂર્ણ થતાં નવા ઓરવબ્રિજ પર ચડ્યા પછી રાત્રે સવા વાગ્યાની આજુબાજુના સમયમાં સાત રસ્તાથી સુભાષબ્રિજ તરફ ફૂલસ્પીડમાં જઈ રહ્યા હતા ત્યારે ફોરેસ્ટ ઓફિસ પાસે આવેલા પુલના ઉપરના ભાગે પહોંચ્યા ત્યારે કોઈ રીતે તેઓએ બાઈક પરનો કાબુ ગૂમાવ્યો હતો અને સર્પાકારે દોડેલી બાઈક પુલની પાળી સાથે ટકરાઈ પડી હતી.
આ અકસ્માતમાં બાઈક સાથે પુલ પરથી નીચે પછડાયેલા દિનેશભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. કોઈએ ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી. આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પછી ફરજ પરના તબીબે તેઓને ચકાસીને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના પિતા વેલજીભાઈ દેવાભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે, અઢી મહિના પહેલાં ઉદ્ઘાટન પામેલા આ પુલ પરથી ગઈરાત્રે આ યુવાન બાઈક સાથે પડી જવાનો પ્રથમ બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં અક્ષર વાટીકામાં રહેતા એડવોકેટ પ્રિતેશભાઈ મગનલાલ દત્તાણી ગઈકાલે બપોરે ગુલાબનગર પાસેથી પોતાની જીજે-૧૦-સીએન ૫૦૭૩ નંબરની મોટર લઈને જતા હતા ત્યારે પાછળથી જીજે-પ-આરકે ૧૨૭૧ નંબરની મોટર ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં પ્રિતેશભાઈની મોટરમાં રૂ।.૩૦ હજારનું નુકસાન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial