Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ તથા જરૂરી ડોક્યુમેન્ટ પડાવી ધમકી આપીઃ
જામનગર તા. ૧૬: જામનગરના મયુરનગર નજીક આઠ માળીયા આવાસ પાસે બે સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે રેપીડોમાં નોકરી કરતા એક બાઈક રાઈડર પસાર થતાં હતા ત્યારે ત્રણ શખ્સે તેઓને રોકી લઈ માર મારી પાકીટમાંથી રૂ।.રપ૦૦ રોકડા તથા જરૂરી કાગળોની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તાર પાસે આવેલા કૃષ્ણનગરની શેરી નં.૩માં રહેતા બીરજુ પ્રવીણભાઈ કનખરા ગઈ તા.રની રાત્રે મયુરનગર પાસે આઠ માળીયા આવાસ તરફ જતા હતા ત્યારે માર્ગમાં સાડા અગિયારેક વાગ્યે તેઓને મિતેશ સાગઠીયા ઉર્ફે મીતલા તેમજ અરબાઝ ફારૂકભાઈ કટારીયા ઉર્ફે અલબાઝ અને મોઈન શબ્બીર કકલ નામના ત્રણ શખ્સે રોકી લીધા હતા.
રેપીડો કંપનીમાં બાઈક ચલાવવાનું કામ કરતા આ યુવાનને ગાળો ભાંડી મારામારી કરી આ ત્રણેય શખ્સે તેના ખિસ્સામાં રહેલા પાકીટમાંથી રૂ।.રપ૦૦ રોકડા તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ, ગાડીની આરસી બુકની ઝેરોક્ષ વગેરે ડોક્યુમેન્ટ લૂંટી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતની શનિવારે બિરજુ કનખરાએ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial