Advertisement
Author: નોબત સમાચાર

હુમલો કરી હાથ-પગમાં ગંભીર ઈજા કરનાર બે શખ્સને ૩૦ મહિનાની કેદ તથા દંડ કરાયા

પાંચ વર્ષ પહેલાં અંધાશ્રમ ફાટક પાસે કરાયો'તો હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના એક યુવાન પર પાંચ વર્ષ પહેલાં હુમલો કરી હાથ-પગમાં ફ્રેક્ચર જેવી ઈજા પહોંચાડનાર બે શખ્સ સામે ગુન્હો નોંધાયા પછી તે કેસ ચાલી જતા અદાલતે બંને આરોપીને અઢી વર્ષની કેદ તથા રૂ।.૧૫ હજારનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના જયેશભાઈ મનોજભાઈ ગુજરાતી નામના યુવાન ગઈ તા.પ-૯-ર૦ના દિને અંધાશ્રમ ફાટક પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાં ધસી આવેલા ધર્મેન્દ્ર કરશનભાઈ બોચીયા ઉર્ફે દીપક અને નિલેશ મુકેશભાઈ ચૌહાણ ઉર્ફે બાબુ નામના બે શખ્સ ધસી આવ્યા હતા.

જેમાંથી ધર્મેન્દ્રએ મારી આડીઅવળી વાતો કેમ કરશ તેમ કહી ફડાકો ઝીંક્યો હતો અને નિલેશે પગમાં ધોકો ફટકાર્યાે હતો. હુમલામાં જયેશભાઈને હાથ-પગમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ હતી. આ યુવાન પર ઓપરેશન કરવામાં આવ્યું હતું. પોલીસમાં તેની ફરિયાદ કરાતા આઈપીસી ૩૨૩, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધાયો હતો.

ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે દીપક કરશનભાઈ બોચીયા અને નિલેશ ઉર્ફે બાપુ મુકેશભાઈ ચૌહાણને તકસીરવાન ઠરાવી અદાલતે ૩૦ મહિનાની સાદી કેદ તથા રૂ।.૧૫ હજારનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ બળવંતસિંહ સોઢા, વસંત પરમાર રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh