Advertisement
Author: નોબત સમાચાર

પ્લોટમાં ગેરકાયદે પ્રવેશ તેમજ ખોટા દસ્તાવેજ બનાવી પ્લોટ પચાવી પાડવાના કેસમાં મુક્તિ

વર્ષ ૨૦૧૧માં ચાર સામે નોંધાયો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના ગોકુલનગર નજીકના સાંઢીયા પુલ પાસે સરદારનગરમાં ચાર શખ્સે એક પ્લોટમાં ગેરકાયદે પ્રવેશ કરી તેના બનાવટી દસ્તાવેજ ઉભા કર્યાની અને પ્લોટ પચાવી પાડ્યાની ફરિયાદ વર્ષ ૨૦૧૧માં પોલીસમાં કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે તમામ આરોપીનો છૂટકારો કર્યાે છે.

જામનગરના સ્વામીનારાયણ નગરમાં રહેતા રાકેશ હરજીવનભાઈ સોલંકીએ સાંઢીયા પુલ પાસે સરદારનગર નજીક આવેલા પોતાના પ્લોટમાં ઘૂસી જઈ આલાભાઈ ભીમશીભાઈ ગોજીયા, ભીમશીભાઈ આહિર નામના વ્યક્તિઓએ જેસીબીથી સફાઈ કરી રહ્યા હોવાની જાણકારી મળતા ત્યાં જઈ તપાસ કરતા આ વ્યક્તિઓએ તે પ્લોટ રમેશ ચોવટીયા પાસેથી લીધો હોવાની વાત કરી હતી અને રાકેશભાઈ ફરીથી ત્યાં આવે તો પતાવી દેવાની ધમકી આપી હતી.

આ શખ્સોએ તે પ્લોટમાં ખોદકામ કરી ભરતી શરૂ કરી હતી અને બાંધકામ આરંભ્યું હતું તેવી ફરિયાદ કરતી અરજી ઉદ્યોગનગર પોલીસચોકીમાં જે તે વખતે કરી હતી. તેના આધારે ગઈ તા.રર-ર-૧૧ના દિને ગુન્હો નોંધાયો હતો. જેમાં પોલીસે આલાભાઈ, ભીમશીભાઈ દેવાણંદભાઈ ગોજીયા, બોઘાભાઈ મારખીભાઈ ગોજીયા, ભીમશીભાઈ સામતભાઈ આંબલીયા સામે ગેરકાયદે પ્રવેશ અને બનાવટી દસ્તાવેજ ઉભા કરવા તથા મિલકત પચાવી પાડવા અંગે ગુન્હો નોંધ્યો હતો.

ઉક્ત કેસ અદાલતમાં ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, આ જમીનના માલિક ઉપરોક્ત ફરિયાદી હોવાનું પુરવાર થતું નથી, તેમની પાસે જમીનનો દસ્તાવેજ નથી, વેચાણ કરારના આધારે તેઓ માલિક બની શકે નહીં. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે તમામ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપીઓ તરફથી વકીલ વી.એચ. કનારા,  એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ, આર.એ. સફીયા, આર.ડી. સીસોટીયા, રૂપાબેન વસરા, જે.એમ. નંદાણીયા, વી.એસ. ખીમાણીયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh