Advertisement
Author: નોબત સમાચાર

જાયવા નજીક મોટર સાથે ટેન્કરની ટક્કર આશાસ્પદ યુવાનનું મૃત્યુઃ પંદર દિવસની બાળકીએ પિતા ગૂમાવ્યા

માતા-પિતાના એકના એક પુત્રના અવસાનથી પરિવાર હતપ્રભઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૧૭ઃ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલથી આગળ જાયવા અને લૈયારા ગામ વચ્ચે ગઈકાલે કીયા કંપનીની સેલ્ટોઝ મોટર સાથે એક ટેન્કર ટકરાઈ પડતા મોટર ચલાવી રહેલા ધ્રોલના આશાસ્પદ યુવાનનું ગંભીર ઈજા થયા પછી ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી ગુન્હો નોંધવાની તજવીજ કરી છે. મૃતક પોતાના માતા-પિતાના એકના એક પુત્ર હતા અને પંદર દિવસ પહેલાં જ પુત્રીનો જન્મ થતાં આ પરિવાર આનંદિત હતો ત્યારે જ ઉક્ત ગમખ્વાર બનાવ બની ગયો છે.

જામનગરથી રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ પછી આવતા જાયવા તથા લૈયારા ગામ વચ્ચે ગઈકાલે બપોરે જીજે-૧૦-ડીઈ ૪૨૮૪ નંબરની કીયા કંપનીની સેલ્ટોઝ મોટર સાથે સામેથી આવતા જીજે-૩-બીડબલ્યુ ૧૫૧૬ નંબરના ટેન્કરની ટકરામણ સર્જાઈ હતી. આ અકસ્માતમાં ધ્રોલમાં રહેતા અરબાઝભાઈ મુસ્તાકભાઈ તાયાણી (ઉ.વ.૨૬) નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.

અકસ્માતની વધુ મળતી વિગત મુજબ જાયવા અને લૈયારા ગામ વચ્ચે આશાપુરા હોટલ પાસે ગઈકાલે બપોરે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ધ્રોલના અરબાઝભાઈ કે જેઓ મોટર ચલાવીને ધ્રોલ તરફ આવી રહ્યા હતા. તેઓને ગંભીર ઈજા થયા પછી ધ્રોલ દવાખાને સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતમાં મોટરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્માતની જાણ થતાં અરબાઝભાઈના મિત્રો, પરિવારજનો ધસી આવ્યા હતા. તેઓએ ગંભીર હાલતમાં કણસતા અરબાઝભાઈને સારવાર માટે ધ્રોલની હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

મૃતક યુવાન તેમના માતા-પિતાના એકના એક પુત્ર હતા, થોડા વખત પહેલાં જ અરબાઝભાઈના નિકાહ થયા પછી બે સપ્તાહ પૂર્વે તેમને સંતાનમાં પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. ધ્રોલમાં આવેલા ઈલેકટ્રીક બાઈકના એક શો-રૃમમાં નોકરી કરતા આ યુવાનના મૃતદેહને ધ્રોલ પોલીસે પીએમ માટે ખસેડ્યો હતો. આ અકસ્માતે એક માસૂમ બાળકીના માથા પરથી પિતાની છત્રછાયા ઝૂંટવી લીધી છે અને માતા-પિતાએ એકના એક પુત્રની ઓથ ગૂમાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh