Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોમતીઘાટ - પંચનંદતીર્થને જોડતા
દ્વારકા તા. ૧૭ઃ યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના બન્ને કાંઠાને જોડતા સુદામા સેતુ નવનિર્માણની કામગીરી શરૃ કરવામાં આવી છે. આ અંગે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડર અપાયા પછી તાજેતરમાં શરૃ થયેલ નવનિર્માણ કામગીરી અંદાજિત ૧૪.૧ કરોડ રૃપિયાના ખર્ચે એક વર્ષના સમયગાળામાં પૂૃણ કરવામાં આવનાર છે. ઓક્ટોબર-ર૦રર માં મોરબી પૂલ દૂર્ઘટના પછી રાજયભરના કેબલ બેઈઝડ પૂલોની સાથોસાથ દ્વારકાના ગોમતી ઘાટ અને પંચનદ તીર્થને જોડતા શહેરના પ્રમુખ આકર્ષણ સમા સુદામા સેતુ પર પણ યાત્રીકોની અવરજવર નિષેધ કરાયા બાદ અને મરામતની કામગીરીમાં લાંબો સમયના વિલંબ પછી આશરે સાડા ત્રણ વર્ષે ખાનગી એજન્સી દ્વારા સુદામા સેતુને પુનઃ મજબૂતીકરણની કામગીરીની શરૃઆત કરાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે.એન. પટેલના જણાવ્યાનુસાર ખાનગી એજન્સી દ્વારા અંદાજે એક વર્ષના સમયમાં મજબૂતીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે. યાત્રિકોને સુદામા સેતુની વિઝિટનો લુત્ફ ઉઠાવવા હજુ અંદાજિત એકાદ વર્ષ સુધી રાહ જોવી પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial