Advertisement
Author: નોબત સમાચાર

૧૩ ડિસેમ્બર ભારતની સંસદ પર આતંકી હુમલો

                                                                                                                                                                                                      

ભારતીય લોકતંત્રના મંદિર સમી સંસદ ચાલી રહી હતી અને તે સમયના વડાપ્રધાન, વિપક્ષના નેતા તથા અધ્યક્ષો, સાંસદો વગેરે સંસદમાં જ હતાં, ત્યારે ત્યાં આતંકીઓ ઘૂસ્યા હતાં અને સંસદ પર હુમલો કર્યો હતો. આ સુસાઈડ એટેક હતો અને આતંકીઓ પોતે મરવાની તૈયારી સાથે જ આવયા હતાં, પરંતુ સંસદને બાનમાં લેવાનું ઊંડુ ષડ્યંત્ર પણ હતું અને તેમાં સફળ ન થવાય તો સંસદમાં વિસ્ફોટ કરવાની મેલી મુરાદ પણ હતી.

વર્ષ ર૦૦૧ ની ૧૩ ડિસેમ્બરે લશ્કર-એ-તૈયબા અને જેસ-એ-મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનોના પાંચ આતંકીઓ ભારતની સંસદમાં ઘૂસ્યા હતાં અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલા દરમિયાન ભારતના જાબાંઝ સુરક્ષા જવાનોએ જાનની બાજી લગાવીને સંસદની સુરક્ષા કરી હતી અને મન હોય તો માળવે જવાયની ઉક્તિ સાર્થક કરી હતી. આ હુમલામાં પાંચેય આતંકવાદીઓને સુરક્ષા દળોએ ફૂંકી માર્યા હતાં, પરંતુ અથડામણમાં દિલ્હી પોલીસના પાંચ જવાન, એક માળી, બે સુરક્ષા ગાર્ડ અને એક મહિલા કોન્સ્ટેબલે શહીદી વહોરી લીધી હતી, પરંતુ સંસદ અને સંસદસભ્યોને બચાવી લીધા હતાં.

આ હુમલામાં ૧૮ લોકો ઘાયલ પણ થયા હતાં. ગૃહમંત્રાલયના નકલી સ્ટીકર લગાવીને એક કારમાં આતંકીઓ આવ્યા હતાં. તેઓ એ.કે. ૪૭ રાયફલ્સ, ગ્રેનેડ લોન્ચરો તથા ગ્રેનેડ્સ લઈને આવ્યા હતાં. તેના કેટલાક દોષિઓ પકડાયા હતાં અને તેને સજા પણ થઈ હતી. આ કાવતરૂ પાકિસ્તાનની આતંકી સંસ્થાઓએ ઘડ્યું હતું.

તેના રર વર્ષ પછી ફરીથી ભારતની સંસદમાં બે ઘૂસપેઠિયા ઘૂસી ગયા હતાં. લોકસભામાં પહોંચીને બન્ને ઘૂસપેઠિયાઓએ સંસદસભ્યો બેઠા હતાં, ત્યાં પીળા રંગનો ધૂમાડો છોડ્યો હતો. આ એ જ તારીખ હતી, જે તારીખે વર્ષ ર૦૦૧ માં ભારતની સંસદ પર આતંકી હુમલો થયો હતો.

પ્રેક્ષક દીર્ધામાંથી સાગર શર્મા અને મનોરંજન ડી. નામના લોકો કૂદીને સંસદસભ્યોની નજીક પહોંચી ગયા હતાં અને તે સંદર્ભે જ અમોલ શિંદે અને નિલમ દેવી નામની મહિલા પણ દબોચાયા હતાં. સંસદની અંદર અને બહાર બન્ને સ્થળે પીળા રંગ તથા લાલ રંગનો ધૂમાડો છોડાયો હતો. આ મામલામાં તરત જ પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા હતાં, અને એક વ્યક્તિ તે સમયે ભાગી છૂટ્યો હતો. સંસદની અંદર પહોંચેલા બે ઘૂસણખોરો પ્રેક્ષક બનીને ગયા હતાં.

આમ, ૧૩ ડિસેમ્બરે સંસદ પર હુમલો તથા બીજી વખત બે વ્યક્તિ સંસદમાં ઘૂસી ગયા, તે પછી સંસદની સુરક્ષા વધુ ચૂસ્ત કરાઈ છે. ૧૩ ડિસેમ્બર ર૦ર૩ ના દિવસે સંસદમાં જે છમકલું થયું, તે પછી ઊંડી તપાસ થઈ હતી, અને તે પ્રકરણ ઘણું ચર્ચાસ્પદ બન્યું હતું.

 

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh