Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોશ્યલ મીડિયામાં વિવાદીત પોસ્ટ કરવા બદલ
જામનગર તા. ૧૩: રાજયસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કંપનીના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી, કે જેઓ પર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદિત પોસ્ટ કરવામાં આવી રહી છે, જેને લઈને પોતાની જાહેરમાં બદનક્ષી કરવા બદલ અદાલતનું શરણ લીધું છે, અને આવી પોસ્ટ મૂકનાર તમામ સામે ૧૦૦ કરોડનો માનહાનીનો દાવો નોંધાવ્યો છે, જેમાં હાલના તબક્કે અદાલત દ્વારા તાત્કાલિક અસરથી તમામ વિવાદિત પોસ્ટને દૂર કરી નાખવાનો આદેશ કર્યો છે.
રાજયસભાના સંસદસભ્ય અને રિલાયન્સ કંપનીના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી કે જેઓ સામે છેલ્લા કેટલાક સમયથી કંપનીના નામ સહિતની કેટલીક વિવાદીત પોસ્ટ મૂકવામાં આવી છે, અને તેઓની જાહેરમાં માનહાની થાય તે પ્રકારના કેટલાક સંંવાદ વગેરે સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વહેતી કરવામાં આવી રહી છે, જેના કારણે પોતાની બદનક્ષી અને માનહાની થઈ રહી છે, તે બાબતે અદાલતનું શરણ લીધું હતું, અને તેઓએ કોઈપણ પ્રકારની પાયા વિહોણી પોસ્ટ વહેતી કરનાર તમામ સામે ૧૦૦ કરોડનો માનહાનીનો દાવો દાખલ કર્યો છે.
જેઓ દ્વારા દાખલ કરાયેલા ૧૦૦ કરોડના માનહાનિના દાવામાં, અદાલતે ૪૮ કલાકની અંદર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તેમના વિરૂદ્ધ તમામ માનહાનિકારક સામગ્રી તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે.
સાંસદ પરિમલભાઈ નથવાણીએ સનાતન સત્ય સમાચાર, સંજય ચેતરિયા, ધ ગુજરાત રિપોર્ટ, મયુર જાની, હિમાંશુ ભાયાણી, દિલીપ પટેલ અને ભાવિન ઉર્ફે બન્ની ગજેરા સામે પોતાના વિશે ખોટી અને માનહાનિકારક સામગ્રી ફેલાવવા બદલ ૧૦૦ કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે.
ગઈકાલે શુક્રવારે અદાલતે આ દાવાના પ્રકરણમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓને નોટીસ અને સમન્સ જારી કર્યા છે. કોર્ટે તેઓના વિરૂદ્ધ કરવામાં આવેલી બધી માનહાનિકારક પોસ્ટ તાત્કાલિક દૂર કરવાનો પણ આદેશ આપ્યો છે, જેનાથી તેમને વચગાળાનું રક્ષણ મળ્યું છે.
તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વિટ કરીને જણાવ્યું છે કે, હું મારી પ્રામાણિકતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છું, અને પાયાવિહોણા આરોપોને જનતાને ગેરમાર્ગે દોરવા કે મારી પ્રતિષ્ઠાને કલંકિત થવા દઈશ નહીં. સત્ય માટે ઊભા રહેવામાં મને ટેકો આપનારા દરેકનો હું હ્ય્દયપૂર્વક આભાર માનું છું. તેમ પણ તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial