Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નમો કે નામ રકતદાન' હેઠળ
જામનગર તા. ૨૪ઃ 'નમો કે નામ રકતદાન' હેઠળ સમગ્ર ગુજરાતમાં ૩૫૦થી વઘુ સ્થળે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને સંયુક્ત કર્મચારી મોરચાના દ્વારા *નમો કે નામ રક્તદાન * શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેર માં નેશનલ હાઈસ્કૂલ અને ડીકેવી કોલેજ સહીત તાલુકા કક્ષાએ ચાર સ્થળે એમ છ સ્થળે. યોજાયેલા કેમ્પમાં ૧૧૧૫ બોટલ રક્ત એકઠું થયું હતું. જેમાં રેડ ક્રોસના સભ્યોએ પણ રક્તદાન કર્યું છે.
આ કેમ્પમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી હકૂભા જાડેજા, ભાજપ પૂર્વ પ્રમુખ અને ગોવા શિપિંગ યાર્ડના ડાયરેક્ટર હસમુખભાઇ હિંડોચા, જિલ્લા ભાજપ મંત્રી કુમારપાળસિંહ, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, વાઈસ ચેરમેન દિનેશભાઈ દેસાઈ , જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર,, જિલ્લા શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતા. શાશનાધિકારી ફાલગુનીબેન પટેલ, અગ્રણી જીતુભાઈ લાલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગુભા જાડેજા, નગર પ્રાથમિક શિક્ષણ સંધના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા, વિજયભાઇ ચંદ્રા, નિકુંજભાઈ ચટવાણી સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતાં
આ રક્તદાન ના મહાયજ્ઞમાં ઈન્ડિયન રેડક્રોસ જામનગર શાખા તરફથી ચેરમેન ડો અવિનાશભાઈ ભટ્ટ,વાઈસ ચેરપર્સન દિપાબેન સોની, ટ્રેઝરર કિરીટભાઈ શાહ, પૂર્વ ચેરમેન બિપીનભાઈ ઝવેરી, અમૃતિયાભાઈ, કેશુભાઈ ધેટીયા, જોગિનભાઈ જોશી, નીતીનભાઈ પરમાર ભાર્ગવભાઈ ઠાકર, રાજુભાઇ ભાનુશાળી, નિકુલદાન ગઢવી, સુરેશભાઈ ભીંડી, દીપકભાઈ વાછાણી, હિતેશભાઈ વાછાણી, મિલનમાઈ કુબાવત, ભાવનાબેન રાણા, અવનીબેન ત્રિવેદી, નૃપાબેન મકવાણા, કાજલબેન ગનીયાણી, હિનાબેન શાહ, ભરતભાઈ દવે, અજીતસિહ જાડેજા ઉપસ્થિત રહૃાાં હતાં. સમગ્ર આયોજનમાં જી.જી. હોસ્પિટલ અને બ્લડ બેંકના સ્ટાફનો સાથ અને સહયોગ મળેલો હતો. તે માટે રેડ ક્રોસ જામનગર શાખાએ જી.જી. હોસ્પિટલના ડીન નંદિનીબેન દેસાઈને બિરદાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial