Advertisement
Author: નોબત સમાચાર

મોદી મંત્રીમંડળનું વિસ્તરણ નવા ચહેરા સમાવાશે ?

રાજ્યપાલો- ઉપરાજ્યપાલોની નિમણૂકો પછી હવે થઈ શકે છે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૬:       મોદી કેબિનેટમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થશે તેવી અટકળો વહેતી થઈ છે. નવી રાજ્યપાલો અને લેફટનન્ટ ગવર્નરોની નિમણૂક બાદ હવે મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલની શકયતા જણાય છે. મંત્રી પરિષદમાં ૯ નવા મંત્રીઓનો અવકાશ છે. મંત્રીઓનો કામગીરી અહેવાલ તૈયાર, નવા ચહેરાઓને તક મળી શકે છે.

મોદી કેબિનેટની એક વર્ષની સ્થિરતા પછી હવે ભાજપના ટોચના નેતૃત્વ દ્વારા પડતર નિર્ણયો ઝડપથી લેવામાં આવી રહૃાા છે. રાજ્યસભાના ચાર સભ્યોની નિમણૂક, હરિયાણા અને ગોવામાં નવા રાજ્યપાલોની નિમણૂક અને લદ્દાખમાં લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક પછી, મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલની શકયતાઓ હવે મજબૂત થઈ ગઈ છે. આ મંત્રીમંડળનું વિસ્તરણ ૨૧ જુલાઈએ શરૂૂ થતા ચોમાસુ સત્ર પહેલા થશે કે સત્ર પૂરું થયા પછી તે અંગે ભિન્ન ભિન્ન અટકળો થઈ રહી છે. ગઈકાલે અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તેમાં સંસદ સત્ર માટેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

સૂત્રો કહે છે કે એક કરતાં વધુ મંત્રાલયો સંભાળતા કેટલાક મંત્રીઓનો ભાર ઘટાડવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ફેરબદલનો મુખ્ય આધાર કામગીરી, બિહાર, બંગાળ અને યુપી જેવા ચૂંટણીલક્ષી રાજ્યોમાં વધુ પ્રતિનિધિત્વ અને નવા ચહેરાઓ દ્વારા મંત્રી પરિષદને વધુ 'યુવાન' બનાવવાનો છે.

એકાદ વર્ષ પહેલા ૯ જૂનના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૨ સભ્યોની મંત્રી પરિષદ સાથે શપથ લીધા હતા. નિર્ધારિત મર્યાદામાં ૯ મંત્રીઓની નિમણૂક કરવાનો અવકાશ હજુ પણ હોવાથી અટકળોનું બજાર ગરમ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh