Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગેરંટી પિરિયડમાં રોડ તૂટી ફૂટી જતા કોન્ટ્રાકટરના ખર્ચે રિપેરીંગઃ નોટીસ ફટકારાઈ

સીએમના આદેશ પછી આંખ આડા કાન અને સાઠગાંઠ બંધ...?

                                                                                                                                                                                                      

જામનગર     તા. ૧૬: જામનગરના ત્રણ માર્ગોમાં ગેરંટી પિરિયડમાં ગાબડા દેખાતા કોન્ટ્રાકટરને મહાનગર પાલિકાએ નોટિસ પાઠવીને કોન્ટ્રાકટર (એજન્સી)ના ખર્ચે રીપેરીંગ કરાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

રાજ્યમાં વડોદરા નજીક ના પૂલ ની  દુર્ઘટના પછી રાજ્ય સરકાર  સતર્ક બની   છે, અને  રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જ્યાં પણ રોડ રસ્તા  અને પુલ ની નબળી કામગીરી દેખાય તો તુર્તજ  જેતે જિલ્લા ના લગત વિભાગના અધિકારીઓ ને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાના આદેશો કરવામાં આવ્યા છે. તેમજ તાજેતરમાં જામનગર સહિતની રાજ્યની મહાનગરપાલિકાઓમાં પણ આ બાબતે રોડ રસ્તાના કામ સંદર્ભમાં કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાના આદેશ છૂટ્યા બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે, અને પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા દ્વારા શહેરના ત્રણ રસ્તા ના કામના કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી દેવામાં આવી છે .

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર સાહિતની રાજ્યની મહાનગર પાલિકાઓને રોડ રસ્તા ના કામ સંદર્ભમાં  જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીના આદેશ પછી જામનગર શહેર ના ત્રણ રસ્તા કે જેમાં પણ ખામી એને નુકસાની જણાઇ આવી છે, અને તે પાર્ટી ને નોટિસ છપાઈ છે, સાથ સાથ રીપેરીંગ ની કામગીરી પણ શરૂ કરવામા આવી રહી છે

જામનગર મહાનગરપાલિકામાં શહેરના ત્રણ મુખ્ય. રોડ કામદાર કોલોની મેઇન રોડ, જનતા ફાટકથી એમ્યુઝમેંટ પાર્ક થઈ ૧૪૦૪ આવાસ સુધીનો રોડ અને એમ્યુઝમેંટ પાર્કથી સત્યમ કોલોની સુધીના રોડ પર આસ્ફાલ્ટ રી-કાર્પેટિંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

આ તમામ માર્ગોના રી-કાર્પેટિંગનું કામ મે-૨૦૨૨ માં પૂર્ણ થયું હતું. જેની પાંચ વર્ષની ગેરંટી છે, પરંતુ ચાલુ વર્ષે આ તમામ રસ્તાઓમાં ખામી અને નુકસાન જોવા મળ્યું છે. જે ધ્યાને લઈને મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર વિરાજ કન્સ્ટ્રકશનને ટેન્ડરની શરતો અનુસાર નોટિસ પાઠવવામાં આવી હતી.

 રોડ હાલ પણ ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ હેઠળ આવેલુ હોવાથી. સીધી જવાબદારી કોન્ટ્રાકટર ની છે. પરીણામે, રોડમાં થયેલા નુકસાનની મરામત કોન્ટ્રાક્ટર પાસે થી તેના સ્વખર્ચે કરવામાં આવશે. અથવા તેમની જમા રહેલ ડિપોઝિટની રકમમાંથી કુલ ૧૫૨૦ ચો.મી. રોડ રીસરફેસમાં નુકશાન થયું છે ત્યાં રિપેરિંગ અને રી-કન્સ્ટ્રકશન કરાવવામાં આવશે.

જે નોટિસની કામગીરી બાદ  ઉપરોક્ત રોડ રસ્તામાં મરામતની કામગીરી હાથ ધરવામાં  આવી રહી છે, અને મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગની ટીમ ત્રણેય માર્ગોનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો આપી રહી છે.

આ પ્રકારની કેટલી નોટિસો આ પહેલા તૂટી ગયેલા માર્ગો માટે કોન્ટ્રાકટરો કે એજન્સીને અપાઈ છે અને કેટલા રોડની મરામત એજન્સી કે કોન્ટ્રાકટરના ખર્ચે થઈ છે, તેવા સવાલો ઉઠી રહ્યા છે અને આંખ આડા કાન કરવાની ધૃતરાષ્ટ્ર જેવી નીતિ અને સાઠગાંઠ પર અંકુશ આવ્યો હોવાનો કટાક્ષ પણ થઈ રહ્યો છે. આ પ્રકારની માહિતી હવે આરટીઆઈના માધ્યમથી મેળવવાની હિલચાલ પણ શરૂ થઈ હોવાનું ચર્ચાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh