Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મચ્છરજન્ય રોગોના નિયંત્રણમાં સંપૂર્ણ જનસહયોગ અતિજરૂરીઃ આરોગ્યતંત્ર
જામનગર તા.૧: જામનગર મનપાની ટીમ ઘેર-ઘેર ફરીને લોકોને મચ્છરો પર નિયંત્રણ માટે માર્ગદર્શન આપી રહી છે અને જરૂરી કામગીરી કરી રહી છે.
જામનગર શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર પગલા લઇ રહૃાું છે. શહેરમાં અઠવાડિક ધોરણે ૬૫૦૦૦ જેટલા ઘરોની મુલાકાત લેવામાં આવે છે. આ ઘરોમાં તાવના કેસોની તપાસ, પાણીના પાત્રોની ચકાસણી, મચ્છરના પોરા જોવા મળે તો તેના નાસ અંગેની કામગીરી મચ્છરજન્ય રોગ, રોગોથી બચવા માટે આરોગ્ય શિક્ષણ વગેરે કામગીરી કરવામાં આવી રહી છે.
જયારે કોઈ પોઝીટીવ કેસ નોંધાય ત્યારે ત્વરિત ધોરણે ફીવર સર્વેલન્સ એન્ટી લાર્વલ કામગીરી, પુખ્ત મચ્છર નાસ ( ફોગીંગ) કામગીરી, આરોગ્ય શિક્ષણ વગેરે કામગીરી કરવામાં આવે છે. આ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય તંત્રની કામગીરીની સાથે શહેરીજનોનો સહકાર મળે તો જ રોગ નિયંત્રણના પગલા અસરકારક રીતે લઇ શકાય.
આ અંગે શહેરીજનોએ નીચે જણાવ્યા મુજબની બાબતોની અમલવારી કરવા જણાવવામાં આવે છે.
ગાઈડલાઈન્સ
આપના ઘર કે ઘરની આસપાસ પાણી ભરાય રહેલું હોય તો તેને દુર કરો, જો તમારા થી શક્ય ન હોય તો આપને ત્યાં આવતા આરોગ્ય કર્મચારીને જણાવો. જેથી તે અંગે યોગ્ય કાર્યવાહી કરી શકાય.
આપના ઘરના તમામ પાણી ભરેલા પાત્રોમાં મચ્છર પ્રવેશી ન શકે તે રીતે ઢાંકીને રાખો. પાણીના પાત્રમાં પોરા દેખાય તો આ પાત્ર ખાલી કરી, ઘસીને સાફ કરી સુકવીને પછી ફરીથી વપરાશમાં લો. દર રવિવારે ૧૦: કલાકે ૧૦ મિનિટનો સમય કાઢી, પાણીના પાત્રોની ચકાસણી કરો મચ્છરના પોરા દેખાય તો તેનો નાશ અને મચ્છરજન્ય રોગો મેલેરિયા, ડેન્ગ્યું, ચિકુનગુનિયાથી બચો. તેમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ જામનગર મહાનગરપાલિકાની યાદી જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial