Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૦-૧૨-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
ભારતમાં મોંઘવારી કાબૂમાં આવતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજદર કાપની જાહેરાત બાદ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. યુએસ ફેડરલ રિઝર્વની આગામી પોલિસી બેઠક પૂર્વેની અનિશ્ચિત્તાઓની સાથે નબળા એશિયાઈ સંકેતો, ભારતીય રૂપિયામાં વધુ નરમાઈ, ક્રૂડ ઓઈલના ભાવ વધારા તથા વિદેશી રોકાણકારોના સતત આઉટફ્લોને કારણે સતત બે દિવસના ઘટાડા બાદ આજે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ રિકવરી જોવા મળી હતી.
૯ ડિસેમ્બરથી શરૂ થનારી યુએસ ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠક પૂર્વે રોકાણકારો સાવચેતીભર્યું વલણ જાળવી રહ્યા છે. આગામી એફઓએમસી બેઠક, ફુગાવાના આંકડા અને પ્રી-ક્રિસમસ-નવા વર્ષના પૂર્વાંધે પોર્ટફોલિયો એડજસ્ટમેન્ટ પહેલાં રોકાણકારો સાવધાની વર્તી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા અને સ્વિર્ટ્લૅન્ડની સેન્ટ્રલ બેન્કોની નીતિ-નિર્ધારણ બેઠક પણ આ અઠવાડિયે મળવાની છે. જોકે ફેડ સિવાય અન્ય કોઈ દેશમાં વ્યાજદરમાં નોંધપાત્ર ફેરફારની કોઈ અપેક્ષા ન રહેતા રૂપિયાનો સતત ઘસારો વિદેશી સંસ્થાગત રોકાણકારોને બજારમાં એકતરફી વેચાણ કરવા માટે મજબૂર કરી રહી છે.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૨%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૧૧% ઘટીને અને નેસ્ડેક ૦.૦૯% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૯૦ અને વધનારની સંખ્યા ૧૬૭૮ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર સર્વિસ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, ઇન્ડસ્ટ્રીયલ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ. ૧,૩૦,૩૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૩૦,૫૦૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૩૦,૧૮૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૩૦,૨૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વરઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૧,૮૮,૯૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૯૦,૭૯૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૮૮,૯૫૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૦૨૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૯૦,૦૮૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
અદાણી એનર્જી (૯૯૩): પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૦૦૨ થી રૂ.૧૦૧૨ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે.! રૂ.૧૦૨૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!
એચડીએફસી લાઈફ (૭૬૨): એ/ટી૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૭૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૭૩૦ ના સપોર્ટથી આ સ્ટોક ૭૭૪ થી રૂ.૭૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ડીએલએફ લિ. (૬૯૩): રૂ.૬૭૭ નો પ્રથમ તેમજ રૂ.૬૬૪ બીજા સપોર્ટથી રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૦૩ થી રૂ.૭૧૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
હિન્દુસ્તાન પેટ્રોલિયમ (૪૫૧): રિફાઇનરી અને માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૪૫૮ થી રૂ.૪૬૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૪૩૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, પ્રાઈમરી માર્કેટમાં થયેલા રેકોર્ડ સ્તરના આઈપીઓ પ્રવાહ અને રોકાણકારોની સતત વધતી ભાગીદારી દર્શાવે છે કે ભારતીય ઈક્વિટી માર્કેટમાં લિક્વિડિટી ભરપૂર છે અને રોકાણકારોમાં વિશ્વાસ જળવાયેલો છે. ૨૦૨૫માં ૧૮ વર્ષ પછી ૧૦૦થી વધુ આઈપીઓ આવવાના રેકોર્ડ સાથે, બજારમાં નવી કંપનીઓનું પ્રવેશ વધતું રહેશે અને વિવિધ સેક્ટરો માટે મૂડીની ઉપલબ્ધતા વધારશે. ટાટા કેપિટલ, એલજી ઇલેક્ટ્રોનિક્સ, લેન્સકાર્ટ જેવી મોટી કંપનીઓના ઇશ્યૂ સફળ રહેવા અને અનેક આઈપીઓમાં રિટેલ રોકાણકારોને લિસ્ટિંગ પર લાભ મળવાથી પ્રાઈમરી માર્કેટ બજારનું મુખ્ય આકર્ષણ બની રહ્યું છે. ડીમેટ ખાતામાં તેજ ગતિએ વધારો દર્શાવે છે કે રિટેલ રોકાણકારોની નવી લહેર સેકન્ડરી બજારને પણ મધ્યગાળે ટેકો આપશે. તેમ છતાં, સેકન્ડરી બજારમાં વૈશ્વિક પરિસ્થિતિઓ અને સ્થાનિક આર્થિક પરિણામોના કારણે થોડી અસ્થિરતા યથાવત્ રહેવાની શક્યતા છે.
યુએસ સાથેના વેપાર સોદા અંગેની અનિશ્ચિતતા, નબળો તાત્કાલિક કોર્પોરેટ નફો અને વૈશ્વિક વ્યાજદરના દિશા પરનો સંશય ભારતીય સૂચકાંકો માટે ટૂંકાગાળે દબાણ બનાવી શકે છે. જુલાઈ-ઓગસ્ટ જેવા મહિના દરમિયાન નિફ્ટી, મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં જોવા મળેલો ઘટાડો સૂચવે છે કે વૈશ્વિક નબળાઈ ભારતીય બજારને અસર કરી શકે છે. પરંતુ, આઈપીઓ દ્વારા લીવરેજ મળતા મૂડી પ્રવાહ, લાંબા ગાળે મજબૂત જીડીપી વૃદ્ધિ, વધતા મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ અર્થતંત્રનો બૂસ્ટ માર્કેટને તળિયાથી મજબૂત ટેકો આપશે. તેથી ભારતીય શેરબજારનું મધ્યથી લાંબા ગાળાનું દિશા સકારાત્મક રહેશે, પરંતુ રોકાણકારોએ સેક્ટર-સ્પેસિફિક અને ફન્ડામેન્ટલી મજબૂત કંપનીઓ તરફ વધુ ધ્યાન આપવું જરૂરી રહેશે.