Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાટુશ્યામના દર્શને જઈ રહ્યા હતાં ત્યારે રાજસ્થાનના સીકર પાસે
સીકર તા. ૧૦ઃ ખાટુશ્યામ દર્શને જતા વલસાડના શ્રદ્ધાળુઓની બસનો ગમખ્વાર અકસ્માત થતા ૪ લોકોના મોત થયા છે, જ્યારે ર૮ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે. કેટલાક લોકોની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.
ગુજરાતના યાત્રાળુઓ માટે રાજસ્થાનથી એક અતયંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના સીકર જિલ્લામાં ફતેહપુર પાસે સર્જાયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં ગુજરાતના ૪ યાત્રાળુઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
આ અકસ્માતમાં ર૮ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ૭ લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસર રાજસ્થાનના ફતેહપુર શેખાવાટીમાં જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર મંગળવારે મોડી રાત્રે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજરાતના વલસાડના યાત્રાળુઓથી ભરેલી એક સ્લીપર બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ દુર્ઘટના મંગળવારે રાત્રે લગભગ ૧૦-૪૦ વાગ્યે ફતેહપુર પાસે બની હતી. બસમાં સવાર તમામ યાત્રાળુઓ વલસાડ (ગુજરાત) ના રહેવાસી હતાં. તેઓ વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતાં અને ખાટુશ્યામજીના દર્શનાર્થે જઈ રહ્યા હતાં.
બસ બીકાનેર તરફથી જયપુર જઈ રહી હતી, ત્યારે સામેથી આવી રહેલા એક ટ્રક સાથે તેની ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો અને ઘણાં યાત્રાળુઓ સીટોમાં જ ફસાઈ ગયા હતાં. અકસ્માત પછી ઘટના સ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. હાઈવે પરથી પસાર થતા લોકો અને સ્થાનિકોએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઊઠાવવી પડી હતી.
તમામ ઘાયલોને તાત્કાલિક ફતેહપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાંથી ૧પ ગંભીર રીતે ઘાયલ યાત્રાળુઓને વધુ સારવાર માટે સીકર રિફર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં બસના ડ્રાઈવર કમલેશ અને મયંક નામના યાત્રાળુનું મોત થયું હતું, જ્યારે એક મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બસમાં સવાર શીલાબેને જણાવ્યું કે, મોટાભાગના યાત્રાળુઓ સૂઈ રહ્યા હતાં ત્યારે અચાનક જોરદાર ઝટકો લાગ્યો અને બસમાં અફરાતફરી મચી ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial