Advertisement
Author: નોબત સમાચાર

સમગ્ર ગુજરાતમાં લોહાણા સમાજની ઈ-વસ્તી ગણતરીનો જામનગરથી પ્રારંભ કરાયોઃ રઘુવંશીઓની અનોખી પહેલ

ટોલ ફ્રી નંબર, વેબસાઈટ અને ક્યુઆર કોડથી ફોર્મ ભરવા અનુરોધઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯ઃ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે લાભ પાંચમના પાવન દિવસે લોહાણા સમાજની ઈ-વસ્તી ગણતરીનું પ્રથમ ફોર્મ ભરીને આ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો, તેમજ સાથે રહેલા અન્ય અગ્રણીઓએ પણ પોતાનું ફોર્મ ભર્યું હતું.

ઈ-વસ્તી ગણતરી માટે ત્રણ વિકલ્પો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ટોલ ફ્રી નંબર ૯પપપ૯૪૯૯૪૯ ઉપર મીસ કોલ કરવાથી કોલ કરનારને મેસેજ મારફત વસ્તી ગણતરી માટેની ઈ-ફોર્મની લીંક મોકલવામાં આવશે. આ ફોર્મ ભરીને ઓનલાઈન જ પરત કરવાનું રહેશે. આ ઉપરાંત  ુુુ.ર્ઙ્મરટ્ઠહટ્ઠ ર્હઙ્મૈહી.ૈહ વેબસાઈટ પરથી પણ ફોર્મ ભરી શકાશે. આ ઉપરાંત એક ક્યુઆર કોડ પણ તૈયાર કરાયો છે, જેને સ્કેન કરીને તેમાં રહેલું ફોર્મ ભરીને લોહાણા સમાજના પરિવારો રાજ્ય કક્ષાના લોહાણા સમાજ સાથે સભ્ય તરીકે જોડાઈ શકશે. સાથે સાથે જે તે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ફોર્મ ભરનાર પોતાનું આઈડન્ટી કાર્ડ (ઓળખપત્ર) પણ ડાઉનલોડ કરી શકશે. રઘુવંશી સમાજના વિવિધ ગ્રુપમાં આ અંગેની લીંક મોકલવામાં આવી છે.

લોહાણા સમાજની આ ઈ-વસ્તી ગણતરીના મહાઅભિયાનમાં સહયોગ આપીને આ કાર્યને સફળ બનાવવા અને જ્ઞાતિના સંગઠનને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં સહભાગી થવા ગુજરાતના લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે સર્વે જ્ઞાતિજનોને જાહેર અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh