Advertisement
Author: નોબત સમાચાર

હિન્દુસ્તાનનો વિશ્વમાં વાગે છે ડંકો, પાકિસ્તાન કટ્ટરવાદ-આતંકવાદથી ગ્રસ્તઃ ભારતની સ્પષ્ટ વાત

લોનની ભીખ માંગવા ઠેર-ઠેર ભટકતા પાક.ની ભારતીય પ્રતિનિધિ દ્વારા આકરી ઝાટકણી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૩: આતંકવાદમાં ડૂબેલું છે પાકિસ્તાન વિશ્વભરમાં ભીખ માંગતું ફરે છે, તેમ જણાવી યુનોમાં ભારતે પડોશી દેશની ઝાટકણી કાઢી છે, અને કહ્યું છે કે, કટ્ટરતા-ત્રાસવાદને પંપાળી રહ્યું છે. એક તરફ ભારત છે જેના વિશ્વભરમાં ડંકા વાગી રહ્યા છે, જ્યારે પાકિસ્તાનને આઈએમઈની લોન માટે વારંવાર ભટકવું પડે છે. તેમ જણાવી યુનોમાં ભારતના પ્રતિનિધિએ પાકિસ્તાનને બરાબરનું ઝાટક્યું છે.

ભારતે સંયુક્ત રાષ્ટ્રની ૮૦ મી વર્ષગાંઠ પર ભારતે વૈશ્વિક શાંતિ, બહુપક્ષિય સહયોગ અને આતંકવાદ સામે કડક વલણ પર પોતાના વિચારો મજબૂતીથી રજૂ કર્યા અને ફરી એકવાર આતંકવાદ માટે પાકિસ્તાનને ઝાટક્યું છે.

યુએનમાં ભારતના કાયમી રાજદૂત પર્વતાનેની હરીશે તેમના ભાષણમાં સમજાવ્યું કે શીત યુદ્ધ પછી સંઘર્ષોનું સ્વરૂપ કેવી રીતે બદલાયું અને બિનપ્રરાજ્ય આતંકવાદી સંગઠનોની ભૂમિકા કેવી રીતે વધી. પર્વતાનેની હરિશે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે તે 'ઉગ્રવાદ અને આતંકવાદ'માં ડૂબી ગયું છે.

ભારત અને પાકિસ્તાનની સરખામણી કરતા હરિશે કહ્યું, એક તરફ ભારત છે, એક પરિપકવ લોકશાહી, ઉભરતી અર્થવ્યવસ્થા અને સમાવેશી સમાજ. બીજી તરફ પાકિસ્તાન છે, જે કટ્ટરવાદ અને આતંકવાદમાં ડૂબેલું છે અને એક એવો દેશ છે જે વારંવાર આઈએમએફ પાસેથી ઉધાર લે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જ્યાં સુધી આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવામાં ન આવે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની વાત અર્થહીન છે.

પાકિસ્તાન પર નિશાન સાધધતા તેમણે કહ્યું, તે શરમજનક છે કે સુરક્ષા પરિષદનો સભ્ય દેશ બીજાઓને ઉપદેશ આપે છે, જ્યારે પોતે ખોટી પ્રવોત્તિઓમાં સામેલ હોય છે જે આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્વીકાર્ય નથી. તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલામાં ર૬ પ્રવાસીઓના મોતનો ઉલ્લેખ કરીને તેમણે ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ સામે ચોક્કસ કાર્યવાહીની માહિતી આપ હતી.

પાકિસ્તાનના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનો જવાબ આપવા માટે પણ હું મજબૂર છું. ભારત તેના પ્રગતિ, સમૃદ્ધિ અને વિકાસના મોડેલની દૃષ્િંટએ તદ્ન વિરૂદ્ધ છે. એક તરફ ભારત છે જે એક પરિપકવ લોકશાહી છે, એક ઉભરતી અર્થવ્યવસ્થા છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાન છે જે કટ્ટરતા અને આતંકવાદમાં ડૂબેલું છે અને સતત આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પાસેથી લોન લે છે.

ભારતે પોતાને એક લોકશાહી અને સમાવેશી રાષ્ટ્ર તરીકે વર્ણવ્યું અને આતંકવાદ પ્રત્યે તેની 'શૂન્ય સહિષ્ણુતા' નીતિનો પુનરોચ્ચાર કર્યો. ભારતે યુએનમાં તેના શાંતિ રક્ષા મિશન અને વૈશ્વિક સહયોગ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો. ભારતે કહ્યું કે, વિવાદોનું નિરાકરણ ફક્ત સંબંધિત દેશોની સંમતિ અને પ્રયાસોથી જ શક્ય છે. યુએનએસસીમાં સુધારાની માંગને પુનરવર્તિત કરતા ભારતે જીર૦ માં આફ્રિકન યુનિયનની ભાગીદારીને એક સિદ્ધિ ગણાવી. ભારત વતી રાજદૂત પર્વતાનેનીેએ વૈશ્વિક સહયોગ, શાંતિ, આતંકવાદ અને અન્ય મુદ્દાઓ પર વાત કરીને પાકિસ્તાનને આયનો દેખાડ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh