Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડામર પેચવર્કની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશેઃ
જામનગર તા. ૧૫: જામનગર શહેર નજીક આવેલા ધુંવાવ ગામના બ્રિજની જર્જરિત હાલત અંગેના તાજેતરના અહેવાલોને પગલે જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશોએ સ્પષ્ટતા કરી છે કે આ બ્રિજ હાલમાં સંપૂર્ણપણે સુરક્ષિત અને મજબૂત સ્થિતિમાં છે. વાહનવ્યવહાર માટે કોઈ જ મુશ્કેલી કે અવરોધ નથી.
મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર ભાવેશ જાની દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારે વાહનોની સતત અવરજવર અને તાજેતરમાં ચોમાસા દરમિયાન પડેલા વરસાદને કારણે બ્રિજના અમુક ભાગોમાં ડામરનું ધોવાણ થયું છે. આ ધોવાણ માત્ર સપાટી પરનું છે અને બ્રિજના મૂળભૂત માળખાને કોઈ નુકસાન થયું નથી.
મહાનગરપાલિકાના અધિકારીઓએ ખાતરી આપી છે કે આ ડામરના ધોવાણના કારણે થયેલા ખાડાઓ ભરવા અને માર્ગને પુનઃ સમતલ કરવા માટે પેચવર્કની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા બ્રિજની નિયમિત તપાસ કરવામાં આવે છે અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહૃાા છે. નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial