ચિરવિદાય

સીંગચ (વાડીનાર) નિવાસી લલીતાબેન ધીરજલાલ બદીયાણી (ઉ.વ.૭૫) તે ધીરજલાલ ભીમજીભાઈ બદીયાણીના પત્ની, વિપુલભાઈ, સ્વ. હરેશભાઈના માતા, સાગર,પૂજા, કેયુરના દાદી તા. ૨૧ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા મોસાળપક્ષની સાદડી તા. ૨૩ને ગુરૂવારના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન તેમના નિવાસ સ્થાને સિંગચમાં રાખેલ છે.

જામનગર નિવાસી સુમીત્રાબેન કટારમલ (ઉ.વ.૬૭), તે નરસીભાઈ મેઘજીભાઈ કટારમલના પત્ની, નેહલભાઈ, દિપકભાઈના માતા, ક્રિશા, નિધિ, આરવ, હિતના દાદીનું તા. ૧૯ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૧ ને મંગળવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન સિધી ભાનુશાળીની વાડી, ૫૪ દિ.પ્લોટ, મોટો ટાંકો, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ સ્વ.ભગવાનદાસ હરિદાસ બદીયાણી (જામ-ખંભાળીયાવાળા) ના પત્ની ગં.સ્વ.લક્ષ્મીબેન ભગવાનદાસ બદીયાણી (ઉ.વ.૮૭) તે રમેશભાઈ (રંગોલી ડ્રેસીસ), બિપીનભાઈ, રાજેશભાઈ, ગોકુલભાઈના માતા, આકાશ, મીત, આનંદ, સાગર, ઉત્સવના દાદી, ધીરજબેન વિઠ્ઠલદાસ બદીયાણીના ભાભીનું તા. ૧૯ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા આજે તા. ૨૦ ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

close
Ank Bandh