નિફટી ફયુચર રેન્જ ૨૫૦૮૮ થી ૨૫૨૮૮ પોઇન્ટ ધ્યાને રાખવી..!!!

તા. ૧૭-૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....

દેશભરમાં ચોમાસું સામાન્યથી સારૂ નીવડી રહ્યું હોઈ અને રિટેલ ફુગાવાનો આંક પણ ઘટીને આવતાં પોઝિટીવ પરિબળે આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીય યુનિયન, કેનેડા સહિતના દેશોને આકરાં ટેરિફની ચીમકી આપતાં અને બીજી તરફ રશીયા સાથે ફરી ટ્રમ્પના ટકરાવના અહેવાલ અને તાઈવાન મામલે ચાઈના અને અમેરિકા વચ્ચે ઘર્ષણ વધવાના એંધાણે જીઓપોલિટીકલ ટેન્શન વધવાની શકયતાએ વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત ભારત માટે અમેરિકાના ઓછા ટેરિફની અટકળોએ ભારતીય શેરબજારમાં આજે શરૂઆતમાં ઉછાળો જોવા મળ્યો હતો, જો કે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારત ીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૮%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૩૨% અને નેસ્ડેક ૦.૨૫% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૮૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૯૮ અને વધનારની સંખ્યા ૧૯૩૦ રહી હતી, ૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ. ૯૭૫૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૯૭૫૪૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૯૭૩૮૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૯૮ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૯૭૩૯૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ. ૧,૧૧,૯૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૧૧,૯૨૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૧૧,૭૪૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૨૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂ. ૧,૧૧,૮૬૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર મુવમેન્ટ... ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર ફાઈનાન્શિયલ સર્વિસીસ, આઈટી, ટેલિકોમ્યુનિકેશન, યુટીલીટીઝ, બેન્કેકસ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને ટેક સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કોટક બેન્ક, ટ્રેન્ટ લિ., ટાટા મોટર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી લિ. અને એચડીએફસી બેન્ક જેવા શેરો ૧.૫% થી ૦.૫% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ટેક મહિન્દ્રા, ઈટર્નલ લિ., આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ફિનસર્વ, ઈન્ફોસીસ લિ., અદાણી પોર્ટ, એશિયન પેઈન્ટ, આઈટીસી લિ. અને મારુતિ સુઝુકી જેવા શેરો ૨.૦% થી ૧.૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

જેએસડબ્લ્યૂ સ્ટીલ (૧૦૩૦) : આયર્ન અને સ્ટીલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. ૧૦૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. ૯૯૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. ૧૦૪૭ થી રૂ. ૧૦૫૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૧૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

એસબીઆઈ કાર્ડ્સ (૯૦૦) : નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરના આ સ્ટોક રૂ. ૮૭૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ. ૮૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ. ૯૨૩ થી રૂ. ૯૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે.

અદાણી એનર્જી સોલ્યુશન્સ (૮૮૦) : રૂ. ૮૬૪ નો પ્રથમ તેમજ રૂ. ૮૫૦ બીજા સપોર્ટથી પાવર ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૮૯૮ થી રૂ. ૯૦૯ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!

ભારત ઈલેક્ટ્રોનિક્સ (૪૦૭) : એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. ૪૨૨ થી રૂ. ૪૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ. ૩૯૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, દેશમાં મોંઘવારી છેલ્લા બે મહિનાથી સતત ઘટી રહી છે. જૂનમાં જથ્થાબંધ મોંઘવારી ઘટી -૦.૧૩ સાથે ૨૦ માસના તળિયે પહોંચી છે. જ્યારે રિટેલ ફુગાવો ૬ વર્ષના તળિયે નોંધાયો છે. ખાદ્ય પર્દાથોની કિંમતોના ભાવ ઘટતા જૂનમાં રિટેલ ફુગાવો ઘટીને ૨.૧% રહ્યો, જે છેલ્લા છ વર્ષની નીચલી સપાટી છે. ફુગાવાનો આ દર આરબીઆઇના કમ્ફર્ટ ઝોનમાં છે. કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો મે, ૨૦૨૫માં ૨.૮૨% અને જૂન, ૨૦૨૪માં ૫.૦૮% હતો. નવેમ્બર ૨૦૨૪ પછી ફુગાવામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસેે એક નિવેદનમાં જણાવ્યું છે કે જૂન, ૨૦૨૪ની સરખામણીમાં જૂન, ૨૦૨૫માં રીટેલ ફુગાવો ૨.૧% રહ્યો છે. જથ્થાબંધ ફુગાવો જૂનમાં -૦.૧૩% નોંધાયો છે. જે અગાઉ ઓક્ટોબર, ૨૦૨૩માં તે -૦.૫૬% હતી. મે, ૨૦૨૫માં ૦.૩૯% અને એપ્રિલ, ૨૦૨૫માં ૦.૮૫% હતી. રોજિંદા જીવન જરૂરિયાત અને ખાણી-પીણીની ચીજોના ભાવ ઘટતાં મોંઘવારીમાં ઘટાડો થયો છે. ત્યારે આગામી દિવસોમાં ભારતીય અર્થતંત્ર અને શેરબજાર પર તેની પોઝીટીવ અસર જોવા મળી શકે છે.

close
Ank Bandh