Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ તાલુકામાં અંદાજે રૂ. ૧.૩૦ કરોડના આરોગ્ય વિભાગના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે

                                                                                                                                                                                                      

દેવભૂમિ દ્વારકા તા. ૧૫: રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરાના વરદહસ્તે  ભાણવડ તાલુકાના ઢેબરમાં રૂ.૨૬.૪૫ લાખ, રાણપરમાં રૂ.૩૩ લાખ,  રેટા કાલાવડમાં રૂ.૩૩ લાખ તથા સઈ દેવળિયામાં રૂ.૩૭.૫૦ લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, પહેલના સમયમાં વૈધ નાડી તપાસીને નિદાન કરતા અને આજના આધુનિક યુગમાં આરોગ્યની સારવારમાં પણ સુધારો થયો છે. આપણે આરોગ્યની બાબતે સજાગ રહેવું ખૂબ જ આવશ્યક છે એટલે જ કહેવાય છે ને કે *પહેલું સુખ તે જાતે નર્યા* જો આપણે સ્વસ્થ હોઈશું તો બીજા કાર્યો કરી શકીશું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના છેવાડાના વિસ્તારો સુધી પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સુદૃઢ બનાવવા નેમને સાર્થક બનાવવાનો સંકલ્પ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે.

વધુમાં મંત્રીએ કહૃાું કે, ગ્રામ્ય વિસ્તારોમાં જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્ય કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્યની સેવાઓ સુદૃઢ બનાવવામાં આવી રહી છે સાથે સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ આધુનિક કક્ષાનું બનાવવામાં આવી રહૃાું છે. 

હાલના સમયમાં બીમારીઓનું  પ્રમાણ વધ્યું છે. જેનું કારણ વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગના લીધે બન્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટેના સામૂહિક પ્રયત્નો કરવામાં આવી રહી છે. કલાઈમેટ ચેન્જની ગંભીર અસરો ક્યાંકને ક્યાંક આપણા સ્વાસ્થ્ય પર પડી રહી છે.

વધુમાં મંત્રીએ કહૃાું કે, અયોગ્ય આહાર શૈલીને પરિણામે નાગરિકોમાં રોગો તથા મેદસ્વિતાનું પ્રમાણ વધ્યું છે. રાજ્ય સરકારે નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને *મેદસ્વિતા મુક્ત ગુજરાત* અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હાલના વ્યસ્ત સમયમાં સ્વાસ્થ્યની દરકાર લેવા માટે જીવનશૈલીમાં સુધારો કરવો ખૂબ જરૂરી છે.

આજના લોકાર્પણ કરવામાં આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરમાં વિવિધ સેવાઓના પરિણામે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને હવે બહાર ગામ જવું નહીં પડે. તમામ નાગરિકોએ સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ મેળવવી જોઈએ તથા અન્યોને પણ લાભ લેવા પ્રેરિત કરવા જોઈએ.

સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરીને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવી રહૃાું છે ત્યારે તેની જાળવણી કરવી તેમજ સ્વચ્છતા રાખવાની જવાબદારીએ ગામના લોકોની છે. ઉપરાંત કલાઈમેટ ચેન્જને પરિણામે બદલાતા વાતાવરણ સામે રક્ષણ મેળવવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.

લોકાર્પણ કરવામાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિરમાં ૧૨ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થશે. જેમાં સગર્ભા ,ધાત્રી માતાની તપાસ , બાળકો અને માતાનું રસીકરણ, કિશોર કિશોરીની સેવાઓ, વૃદ્ધ લોકોની સેવાઓ, આંખ, કાન, નાક, ગળું સહિતની સારવાર ઉપલબ્ધ થશે.

આયુષ્માન આરોગ્ય મંદિરના લોકાર્પણ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.બી.ચોબીસા, મામલતદાર અશ્વિન ચાવડા, તાલુકા વિકાસ અધિકારી  એન.એલ. બેડીયાવદરા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.પ્રકાશ ચાંડેગ્રા, અગ્રણી સર્વે પ્રદીપભાઈ બગડા, રામશીભાઈ મારુ, ગોવિંદભાઈ કનારા, અલ્પેશભાઈ પાથર, મોહનભાઈ ગોરફાડ, હમીરભાઇ કનારા, અજયભાઈ કારાવદરા, મેઘજીભાઈ પીપરોતર તેમજ સરપંચો સહિત આરોગ્ય વિભાગ કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh