Advertisement
Author: નોબત સમાચાર

શેખપાટ પાસે ટ્રકના ઠાઠામાં બોલેરો ટકરાતા ગાગવાધારના ચાર મહિલાને નાની મોટી ઈજા

બે મહિલાને રાજકોટ દવાખાને ખસેડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર શેખપાટ ગામના પાટીયા પાસે ગઈકાલે સવારે એક બોલેરો આગળ જતા ટ્રકના ઠાઠામાં ઘૂસતા ચાર મહિલાને ઈજા થઈ છે. કેટલાક મહિલાઓ પિતૃકાર્ય માટે બાલાચડી જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. બે મહિલાને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ નજીકના ગાગવાધારમાં રહેતા વરજુબેન પાલાભાઈ પંડત તેમજ વાલીબેન, રામીબેન, હીમાબેન, લાશુબેન, માકુબેન, સભાઈબેન, પાબીબેન નામના મહિલાઓ લાલપુર તાલુકાના રાસંગપર ગામથી ગઈકાલે કરણ રાયમલભાઈ પંડતની જીજે-૩૭-ટી ૬૪૬૭ નંબરની બોલેરોમાં બાલાચડી પિતૃકાર્ય માટે જવા રવાના થયા હતા.

આ વાહન જ્યારે સાડા આઠેક વાગ્યે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર શેખપાટ ગામના પાટીયા પાસે પહોંચ્યું ત્યારે તેના ચાલકે આગળ દોડ્યા જતા જીજે-૧૦-ડબલ્યુ ૫૬૬૧ નંબરના ટ્રકની પાછળ બોલેરો ટકરાવી દીધી હતી. આ અકસ્માતમાં રાધિકાબેનને ફ્રેક્ચર થઈ ગયું છે. જ્યારે વરજુબેન, રામીબેન, વાલીબેનને ઈજા થઈ છે. રામીબેન તથા વાલીબેનને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાયા છે. પંચકોશી એ ડિવિઝનમાં વરજુબેન પંડતે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh