Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણીના ગરમ માહોલ વચ્ચે અદાલતનો આદેશઃ
જામનગર તા. ૪: જામનગરના એક નગરસેવક પર સાડા ત્રણેક મહિના પહેલાં થયેલા જીવલેણ હુમલાના કેસમાં સંડોવાયલા અન્ય એક નગરસેવક દ્વારા જેલમુક્ત થવા જામીન અરજી કરાઈ હતી. તે અરજી અદાલતે નકારી કાઢી છે. હાલમાં ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે વિરોધપક્ષના પૂર્વ નેતાની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૧રના નગરસેવક અને જામ્યુકોના વિરોધપક્ષના પૂર્વ નેતા અસલમ ખીલજી ગઈ તા.૨૯ ડિસેમ્બરની સાંજે ભીડભંજન મંદિર રોડ પરથી સ્કૂટરમાં જતા હતા ત્યારે પાછળથી આવેલી એક મોટરે તેઓને ટક્કર માર્યા પછી પછાડ્યા હતા અને મોટરમાંથી જુનેદ ઉર્ફે પાવડરીયો, ઈસ્તીયાક, સમીર ઉર્ફે ચોટલી, હબીબ ખફી, સલીમ વલીભાઈ નામના પાંચ શખ્સે તલવાર, પાઈપ, ધોકાથી હુમલો કરી અસલમ ખીલજીને જીવલેણ ઈજા કરી હતી.
આ શખ્સોએ વોર્ડ નં.૧રના જ અન્ય કોર્પોરેટર અલ્તાફ ગફાર ખફીના કહેવાથી જીવલેણ હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. પોલીસે ગુન્હો નોંધી ધરપકડનો દૌર શરૂ કર્યાે હતો. જેમાં અલતાફ ખફીની પણ ધરપકડ કરાઈ હતી.
હાલમાં જેલહવાલે રહેલા આ આરોપીએ સેશનસ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી અને તેમાં જણાવ્યંુ હતું કે, રાજકીય દ્વેશના કારણે ફરિયાદ કરવામાં આવી છે અને આરોપી બનાવના સ્થળે હાજર હોય તેમ જાહેર થયું નથી અને ઈજા પામનાર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. તેથી આરોપીને જામીન આપવા જોઈએ. તેની સામે સરકાર પક્ષ તરફથી રોકાયેલા વકીલ રાજેશ વશીયર તથા મૂળ ફરિયાદીના વકીલ એચ.એમ. ભટ્ટે દલીલ કરી હતી કે, હજુ ચાર્જશીટ થયંુ નથી, આરોપીને જામીન આપવામાં આવશે તો કાયદો તથા વ્યવસ્થા જોખમાય તેવી શક્યતા છે. અદાલતે તે દલીલો ગ્રાહ્ય રાખીને આરોપી અલતાફ ખફીની જામીન અરજી નકારી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial