Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના જામવાડીમાં ખેતરમાં ઝડપાઈ જુગારની મહેફિલઃ છ પત્તાપ્રેમીની ધરપકડ

મોહનનગરના ઢાળીયા પાસેથી પકડાયો ક્રિકેટનો સટ્ટોઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૪: જામજોધપુરના જામવાડી ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ગઈકાલે સ્થાનિક પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. તે ખેતરમાં આવેલા મકાનમાં નાલ આપી ગંજીપાનાથી જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા છે. જુગાર રમાડતા શખ્સની પણ ધરપકડ કરાઈ છે અને રૂ।.૧,૮૭,૮૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. મોહનનગરના ઢાળીયા પાસેથી એક શખ્સ ક્રિકેટનો સટ્ટો રમતો મળી આવ્યો છે.

જામજોધપુર તાલુકાના જામવાડી ગામની સીમમાં એક ખેતર સ્થિત મકાનમાં જુગારની મહેફિલ જામી હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે જામવાડીની પાટી સીમમાં રાજેશ મોહનભાઈ કણસાગરા નામના ખેડૂતના ખેતરમાં દરોડો પાડ્યો હતો.

આ ખેતરમાં આવેલા મકાનમાં રાજેશભાઈને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા શાંતિલાલ મોહનભાઈ ભાણવડીયા, હીરેન પ્રવીણભાઈ બોડા ઉર્ફે બોદુ, અરજણભાઈ કાનાભાઈ બાલસ ઉર્ફે મઘાભાઈ, દિનેશભાઈ લીંબાભાઈ સગારકા, બાલુભાઈ રાજશીભાઈ ખુંટી નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૭૬૮૦૦ રોકડા, છ મોબાઈલ, ચાર બાઈક મળી કુલ રૂ।.૧,૮૭,૮૦૦નો મુદમાલ કબજે કર્યાે છે અને છએય શખ્સ સામે જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગુલાબનગર સામે આવેલા મોહનનગરના ઢાળીયા પાસે ગઈકાલે રાત્રે આઈપીએલની ટી-ટવેન્ટી ટુર્નામેન્ટની ગઈકાલની મેચ પર પોતાના મોબાઈલમાં એક આઈડી પરથી સટ્ટો રમી રહેલા મોહનનગર આવાસમાં રહેતા જીગર રાજેશભાઈ કાલાવડીયા નામના શખ્સને પકડી લેવામાં આવ્યો છે. તેનો રૂ।.પ હજારનો મોબાઈલ પોલીસે કબજે કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh