Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચંદીગઢ-મનાલી નેશનલ હાઈ-વે ભૂસ્ખલનના કારણે બંધ !
નવી દિલ્હી તા.૧૪ઃ બિહારમાં છેલ્લા ૨૪ કલાકમાં પૂર-વીજળી પડવાથી ૧૩ લોકોના મોત થયા છે. રાજ્યમાં વીજળી પડવાથી ૯ લોકોએ જીવ ગુમાવ્યા. આમાંથી સૌથી વધુ ૫ મૃત્યુ બાંકામાં થયા. જ્યારે ગયાજીમાં ૨, નાલંદા અને પટનામાં ૧-૧ વ્યક્તિનું પૂરને કારણે મૃત્યુ થયું હતું.
આજે રાજસ્થાનના ૧૮ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. રવિવારે ભીલવાડામાં વરસાદી નાળામાં બે પિતરાઈ ભાઈ-બહેનના મોત થયા હતા અને રાજસમંદમાં તળાવમાં ડૂબી જવાથી એક ભાઈ-બહેનનું મરણ થયું હતું. બ્યાવરમાં કાદવમાં પડી જવાથી એક બાળકનું મરણ થયું હતું. અજમેર રેલવે સ્ટેશન પાણીથી ભરાઈ ગયું હતું. જોધપુરમાં એક ઘરની દિવાલ ધરાશાયી થઈ હતી.
યુપીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ અને વ્વીજળી પડવાથી ૧૪ લોકોના મરણ થયા છે. તેમજ રાજ્યના ડેમ ઓવરફલો થવા લાગ્યા છે. લલિતપુરમાં માતાટીલા ડેમના ૯ દરવાજા ખોલવામાં આવ્યા છે, જયારે ઝાંસીમાં, પથરાઈ ડેમના ૪ અને લહચુરા ડેમના ૧૦ દરવાજા ખોલવામાં આવ્યા છે.
ઝારખંડના સરાયકેલા-ખરીસાવાં અને લોહરદગા જિલ્લામાં વીજળી પડવાથી ૨ લોકોના મરણ થયા હતા. તેમજ, એક વ્યકિત દાઝી ગઈ હતી. બધા ખેતરમાં કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આજે સમગ્ર રાજયમાં વરસાદ અંગે યલો એલર્ટ છે. બિહારમાં, શનિવારે ફકત રોહતાસમાં વરસાદ પડયો હતો. જયાં વીજળી પડવાથી ૧ મહિલાનું મરણ થયું હતું.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ ચાલુ છે. છતરપુર, ટીકમગઢ, અશોકનગર અને ગુનામાં પૂરની સ્થિતિ છે. રવિવારે આ જિલ્લાઓના ઘણા ગામોમાં પાણી ભરાયા હતા. છતરપુરમાં ધસાન નદીમાં એક પિકઅપ તણાયું હતું. આના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
યુપીના ડેમ છલકાઈ ગયા છે. લલિતપુરના ગોવિંદ સાગર બંધના ૧૭ દરવાજા ખોલવામાં આવ્યા છે. વારાણસીમાં ગંગા નદીમાં પૂર આવ્યું છે. જળસ્તર પ્રતિ કલાક ૨ સેન્ટિમીટરના દરે વધી રહૃાું છે. રત્નેશ્વર મહાદેવ મંદિર ૮૦ ટકા પાણીમાં ડૂબી ગયું છે. તેમજ, વીજળી પડવાથી ભગવાન બુદ્ધની ૮૦ ફૂટ ઊંચી પ્રતિમાના શિખરને નુકસાન થયું હતું.
હિમાચલ પ્રદેશમાં, ૨૦ જૂનથી ૧૩ જુલાઈ સુધી ચોમાસાના પ્રવેશથી વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં ૯૮ લોકોનાં મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં ૭૭૦ કરોડ રૃપિયાનું નુકસાન થયું છે. ૯૦થી વધુ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ૧૫૦ રસ્તા હજુ પણ બંધ છે.
શનિવારે રાજસ્થાનના ઝાલાવાડ, ધોલપુર, કરૌલી અને અલવરમાં ભારે વરસાદ પડયો હતો. ઝાલાવડમાં ૪ ઈંચથી વધુ વરસાદ પડયો હતો. આ દરમિયાન ત્રણ બાળકો ડૂબી ગયા હતા, બેના મૃતદેહ મળી આવ્યા છે, જયારે એકની શોધખોળ ચાલુ છે.
હિમાચલના મંડી જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે. શનિવારે પાંડોહ ડેમ નજીક કૈંચી મોર પર ભૂસ્ખલન થયું હતું. ચંદીગઢ- મનાલી નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો. અહીં સેંકડો વાહનો ફસાઈ ગયા હતા. રાજ્યભરમાં ૨૫૦ રસ્તા બંધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial