Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૨૪ કલાકમાં ૮૯ તાલુકામાં મેઘવૃષ્ટિઃ કપરાડામાં ચાર, ડોલવણમાં અઢી, સુબીરમાં બે ઈંચ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં વેધર વોચગ્રુપની બેઠક

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨: ગુજરાતમાં ૨૪ કલાકમાં ૮૯ તાલુકામાં વરસાદ પડયો છે, ગઈકાલે એસઈઓસીના વેધર વોચગૃપની સમીક્ષા બેઠકમાં વિવિધ સંલગ્ન માહિતી અપાઈ હતી.

રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન ૩૨ જિલ્લાના ૮૯ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, તાપીના ડોલવણમાં ૨.૫ ઇંચ, ડાંગના સુબીર તાલુકામાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉમરગામ અને ધરમપુરમાં ૧.૫ ઇંચ જેટલો વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (એસઈઓસી)માં ગઈકાલે વેધર વોચ ગ્રૂપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહૃાો છે. આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ તથા એસડીઆરએફની કુલ ૩૨ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

આ બેઠકમાં સિંચાઈ વિભાગના અધિકારીએ રિજયન વાઇઝ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૨૧ જળાશયો હાઇઍલર્ટ, ૧૨ જળાશયો ઍલર્ટ પર તથા ૧૯ જળાશયો વોર્નિંગ પર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh